1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 29 એપ્રિલ 2022 (10:40 IST)

Dance Day - દેશભરની યુનિવર્સિટીઓમાં માત્ર વડોદરામાં જ ક્લાસિકલ ડાન્સમાં અનિવાર્ય કોર્સ નટુવાંગમ

classical dance
દેશભરની યુનિવર્સિટીઓમાં માત્ર વડોદરામાં જ ક્લાસિકલ ડાન્સમાં અનિવાર્ય એવા આ વાદ્યનો એક વર્ષનો પીજી ડિપ્લોમા કોર્સ ચાલે છે. અત્યાર સુધી 40 જેટલા જ વિદ્યાર્થીઓ આ વાદ્ય શીખી ચૂક્યા છે વડોદરામાં હાલમાં એમએસ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી અને ખાનગી ક્લાસિસ સહિત 3000 વિદ્યાર્થીઓ શાસ્ત્રીય નૃત્યો ભરતનાટયમ અને કથક શીખી રહ્યાં છે.
 
આ નૃત્યોના પર્ફોર્મન્સમાં તાલમ વગાડાય છે.જે માટેનો કોર્સ નટુવાંગમ છે. નર્તકના પગની થપાટ પર તાલમ વગાડાય છે. આ માટે તાલમ વગાડનારે સતત નર્તકની સામે જોવાનું હોય છે. ભરતનાટ્યમ ઉપરાંત કુચિપુડીમાં પણ તાલમ વગાડાય છે.
 
વડોદરામાં આ કલાના જાણકાર માત્ર 10 જ કલાકારો છે
આ કોર્સના ફેકલ્ટીના સિનિયર શિક્ષક ડો.સ્મૃતિ વાઘેલા કહે છે કે, ‘ નટુવાંગમ કોર્સ 1952થી ફેકલ્ટીમાં ચાલે છે, લોખંડનો સાડા ચાર સેમીની ત્રિજ્યા ધરાવતું મોટુ મંજિરું અને ત્રણ સેમીની ત્રિજ્યાનું પિતળનું નાનું મંજિરુ હોય છે. બંનેનું વજન 150 ગ્રામ જેટલું હોય છે. રોજના ચારથી પાંચ કલાકના શિક્ષણમાં નિયમિતપણે પ્રેક્ટિકલ અને નૃત્યનું પર્ફોર્મન્સ થતું હોય ત્યાં તાલમ શીખવડાય છે. વડોદરામાં આ કલાના જાણકાર માત્ર 10 જેટલા જ કલાકારો છે