સોખડામાં સ્વામિનારાય મંદિરમાં ગુણાતીત સ્વામીનું મૃત્યુ, મૃત્યુને લઈને ઉઠી રહી છે શંકાઓ
સ્વામિનારાય મંદિરમાં ગુણાતીત સ્વામીનું નિધન થયું છે. જેને લઈને હરિભક્તોમાં ભારે આઘાત લાગ્યો છે. એક બાજુ તેમના અંતિમ ક્રિયાની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી બાજુ ભક્તોમા ગુણાતીત સ્વામીના મૃત્યુ મામલે અનેક તર્ક-વિતર્કો ચર્ચાઈ રહ્યા છે. જોકે, સૂત્ર કહી રહ્યા છે કે મોડી રાત્રે હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે. કયા કારણોસર નીપજ્યું મોત તે તપાસનો વિષય છે.
કેટલાક હરિભક્તો પહોંચી રહ્યા છે કલેક્ટર કચેરી
કેટલાક હરિભક્તો કલેક્ટર કચેરી પહોંચી રહ્યા છે. સ્વામીના મૃત્યુ મામલે તપાસની માંગ કરી રહ્યા છે. ભક્તોનો આક્ષેપ ગુણાતીત સ્વામી મામલે તપાસ થાય તો વધુ વિગતો બહાર આવી શકે. બીજી તરફ ગુણાતીત સ્વામીના નિધન બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામી હરિધામ સોખડા પહોંચી ગયા છે.
સોખડા હરિધામ મંદિરમાં મેનેજમેન્ટના વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે વિવાદ અંગે આજે અરજન્ટ સુનાવણી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોર્ટે બંધક બનાવેલા 180 સંતોના નિવેદન લીધા હતાં. જેમાં સંતોએ 4 મહિનાઓ સુધી ખરાબ રીતે હેરાન કર્યા હોવાની કોર્ટે નોંધ લીધી હતી. જેના પગલે કોર્ટે સાધકોને અલગ-અલગ આશ્રમમાં રોકાવાનો આદેશ કર્યો હતો. આ સાથે પાસપોર્ટ સહિતની વસ્તુઓ પરત કરવા માટે પણ આદેશ કર્યો હતો. તેમજ સંતોને જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં પક્ષકારોને જવા પર પ્રતિબંધ લગાવાયો હતો. અને આ સમગ્ર મામલે સમાધાનનું વલણ રાખવા કોર્ટએ સૂચન કર્યું હતું.