રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 27 એપ્રિલ 2022 (17:02 IST)

ડીસા: દુષ્કર્મ-હત્યા મામલે આરોપીને ફાંસીની સજા

ડીસામાં દોઢ વર્ષ અગાઉ મૂક બધીર બાળકી ઉપર દુષ્કર્મ કર્યા બાદ તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. મૂક બધીર બાળકી ઉપર તેના જ ફોઈના દીકરાએ દુષ્કર્મ આચરી તેનું ગળું કાપીને નિર્મમ હત્યા કરી હતી.
 
મૂક બધીર બાળકી ઉપર નજર બગાડીને તેની હત્યા કરનાર આરોપી નીતિન માળીને ફાંસીની સજા મળે તે માટે સતત માંગો ઉઠી હતી. આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે ડીસામાં કોર્ટ રોડ ઉપર લાગ્યા બેનરો પણ લગાવામાં આવ્યા હતા. ત્યારે આજે ડીસા કોર્ટે સમાજમાં દુષ્કર્મ અને હત્યા જેવી ઘટનાઓ અટકે તે માટે આવા ગુનેગારને ફાંસીની સજા ફટકારી છે.