સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 સપ્ટેમ્બર 2022 (15:49 IST)

દિલ્હીના ડે.CM મનીષ સિસોદિયા 6 દિવસ ઉત્તર ગુજરાતમાં યાત્રા યોજશે, આવતીકાલે સાબરમતી આશ્રમથી યાત્રા શરૂ થશે

manish sisodiya
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર થી લઇ અને લોકો સુધી પહોંચી રહ્યાં છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા છ દિવસ માટે ગુજરાતબઆવી રહ્યા છે. મનીષ સિસોદિયા સાબરમતી ગાંધી આશ્રમથી ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની યાત્રાનો પ્રારંભ કરાવશે. બસ હવે પરિવર્તન જોઈએ ના થીમ પર 6 દિવસ સુધી આ યાત્રા યોજાશે.

આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ મજબૂત જણાઈ રહી છે પરંતુ ઉત્તર ગુજરાતમાં તેઓને હજી સુધી જોઈએ તે રીતે સફળતા નથી મળી રહી જેથી લોકો સુધી પહોંચવા માટે હવે ત્યાં ફરી એકવાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સીએમ મનિષ સિસોદિયા આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ આવશે અને રાત્રે અમદાવાદમાં હોટલમાં રોકાણ કરશે. આવતીકાલે 21 સપ્ટેમ્બરથી સાબરમતી આશ્રમથી બાપુના દર્શન કરી ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરશે. 21સપ્ટેમ્બર થી 26 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં યાત્રા કરશે. બસ હવે પરિવર્તન જોઈએ થીમ પર ઉત્તર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ યાત્રા અને સભાઓ ગજવશે.