સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (12:21 IST)

અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને નર્સ સહિત 60 લોકોને ડેન્ગ્યુ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફના 60 સભ્યોને ડેન્ગ્યુ થયો છે. સોમવારે એક જ દિવસમાં ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા હતા. મ્યુનિ.ના હેલ્થ વિભાગે અગાઉ સિવિલ હોસ્પિટલને 3 વખત નોટિસ આપી મચ્છરોના પોરાનો નાશ કરવાની સૂચના આપી હતી. બીજી તરફ શહેરના ઘાટલોડિયા, ગોતા, વટવા, લાંભા, ઇસનપુરમાં મચ્છરોની ડેન્સીટી અત્યંત વધુ આવી છે. શહેરના અન્ય વિસ્તારમાં કોઈ એક ચોક્કસ સમયે 10x10ના રૂમમાં 1થી 3 મચ્છરના હાજરી છે જ્યારે ઈનસપુર લોટસ સ્કૂલ પાછળના વિસ્તારમાં મચ્છરની ડેન્સીટી 4.8 જોવા મળી છે. એ જ રીતે લાંભામાં આ પ્રમાણ 3.1નું છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. તાજેતરમાં જ મ્યુનિ.એ યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં મચ્છરો મળી આવતા તેને દંડ કરાયો હતો. 22 સપ્ટેમ્બરે સિવિલમાં મચ્છરોની ડેન્સીટી 5.25 અને ડેન્ગ્યુના મચ્છરોની ડેન્સીટી પણ 1 હતી.