ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (15:38 IST)

રાજકોટમાં બાઇક ટોઇંગ કરવા મામલે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ટ્રાફિક વ્હિકલ દ્વારા રસ્તા પર પડેલા બાઇક હટાવતા મામલો બિચક્યો હતો. રસ્તા પર પડેલા બાઇક ટોઇંગ કરવા મામલે લોકોમાં રોષ ભભૂક્યો હતો. આથી લોકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ટ્રાફિક પોલીસ પાસે લોકોએ લાયસન્સ માંગ્યું હતું. ટોઇંગ વ્હિકલ ચાલક પાસે પોલીસે પણ દંડ ભરાવ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને લોકો સાથે બોલાચાલી થઇ હતી. તેમજ પોલીસને હળવો બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી. આ મામલે પોલીસે 3 લોકોની અટકાયત કરી રસ્તો શરૂ કરાવ્યો હતો. હાલ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાતા શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.