સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ્|
Last Modified: સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (12:43 IST)

પેટાચૂંટણીઃ ઉમેદવારી માટે બંને પક્ષોમાં ઉમેદવારોની હોડ લાગી

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલા સાત બેઠકો પૈકી છ બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે.ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોમાં ટિકિટ ઇચ્છુક ઉમેદવારોની લાઇન લાગી છે. કોંગ્રેસમાંથી સૌથી વધુ 15થી વધુ દાવેદારો રાધપુર બેઠક પર ટિકિટની દાવેદારી કરી રહ્યા છે.જ્યારે ભાજપમાંથી અમરાઈવાડી બેઠક પર 10થી વધુ ઉમેદવારો એ દાવેદારી કરી છે. ભાજપની વાત કરવામાં આવે તો તમામ છ બેઠકો પર ઉમેદવારો માટે 24 સપ્ટેમ્બર ના રોજ પાર્લામેન્ટ્રી બોર્ડમાં મનોમંથન કરવામાં આવશે. જો કાંગ્રેસ પક્ષની વાત કરવામાં આવેતો આ છ બેઠકો પૈકી સૌથી વધુ ઉમેદવારો રાધનપુર બેઠકમાં જોવા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં સામેલ થયેલા અલ્પેશ ઠાકોરે પોતાની ચૂંટણીમાટેની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે તો બીજી તરફ કોંગ્રેસ હજુ મૂર્તિયાઓ શોધવામાં પડી છે. રાધનપુર બેઠક પર થી કોંગ્રેસના 15 મૂર્તિયાઓએ અલ્પેશ ઠાકોર સામે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.જો નામની વાત કરવામાં આવે તો રઘુ દેસાઈ, ડો.ગોવિદ ઠાકોર, નવીન ચૌધરી, ડી ડી ચૌધરી, માનસી ચૌધરી, બળવંતજી ઠાકોર, જગદીશ ઠાકોર, રમેશજી ઠાકોર, જોરાજી ઠાકોર, હમીરજી ઠાકોર, સવિતાબેન શ્રીમાળી, વિષ્ણુદાન જુલા, મહેશ મુલાણી, કરશન ઠાકોર અને હરિદાસ આહિરે ચૂંટણી લડવા દાવેદારી કરી છે. જ્યારે ભાજપની વાત કરવામાં આવેતો સૌથી વધુ અમરાઈવાડી બેઠક પર 12 થી વધુ મૂર્તિયાઓએ દાવેદારી કરી છે. જો દાવેદારી કરનાર ઉમેદવારો ની વાત કરવામાં આવેતો ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ ઋત્વિજ પટેલ, પ્રદેશ ભાજપમાં કામકર્તા મહેશ કસવાલા,ડોકટર સેલના ડો.વિષ્ણુ પટેલ, હિન્દી ભાષી સમાજનું પ્રતિનિધિતવ કરતા દિનેશ કુશવા, સ્ટેડિગ કમિટી ના ચેરમેન અમુલ ભટ્ટ,શહેર ભાજપ મહામંત્રી કમલેશ પટેલ,ભાસ્કર ભટ્ટ,પૂર્વે મેયર અસિત વોરા,મણિનગરના પૂર્વે ધારાસભ્ય કમલેશ પટેલ, ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલના નજીક માનવામાં આવતા રમેશ દેસાઈ, ભરત ગોકળિયા અને નયન બ્રહ્મભટ્ટ સહિત 12થી વધુ મૂર્તિયાઓએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આમ છ બેઠક પૈકી કોંગ્રેસમાં સૌથી વધુ રાધનપુર વિધાનસભા બેઠક પર 15થી વધુ ઉમેદવારો એ દાવેદારી કરી છે. જ્યારે ભાજપમાંથી અરાઈવાડી બેઠક પર 12થી વધુ ઉમેદવારો એ દાવેદારી કરી છે.જો ભાજપની વાત કરવામાં આવેતો ઉમેદવારના નામની જાહેરાત થતાની સાથે જ તમામ પ્રકારના આંતરિક રાજકારણને ભૂલી કાર્યકરએ ચૂંટણી જીતવા કામે લાગી જાય છે. પરંતુ કોંગ્રેસમાં આ સ્થિતિ એ દાજયા પર ડામ બરાબર હોય છે.ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી માટે આ પેટા ચૂંટણી માં પક્ષના તમામ સભ્યોને સાથે રાખી ચૂંટણી લડવાનો એસિડ ટેસ્ટ આપવો પડશે.