શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 એપ્રિલ 2021 (08:26 IST)

ગુજરાત યુનીવર્સીટી કન્વેનશન સેન્ટર ખાતે ધન્વન્તરિ કોવિડ હોસ્પિટલ દર્દીઓની સેવામાં કાર્યરત

અત્યારે સમસ્ત દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇલાજની આશાએ આવેલા  દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ડી.આર.ડી.ઓ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી અમદાવાદ જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ ખાતે યુદ્ધના ધોરણે 950 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. 
 
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, અહી આવતા દર્દીઓને સત્વરે સારવાર શરૂ થઇ જાય તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કોવીડ દર્દીઓને જરુરી એવા તમામ ટેસ્ટ પણ અહી જ કરવામાં આવે છે. આ કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને આગમન સમયે દૈનિક જીવન-જરૂરી કીટ પણ આપવામાં આવે છે.
આ કન્વીનીયન્સ કિટમાં પાણીની ત્રણ બોટલ, ગ્લુકોઝ બિસ્કીટના ચાર પેકેટ, ટીશ્યુ પેપર, ટૂથ બ્રસ, સેનીટાઇઝર, શેમ્પુ અને ન્હાવાના સાબુ, ઓડોમોસ ક્રિમ,નારિયેળનું તેલ,કાંસકો, મુખવાસ, ઇલાયચી અને  લવિંગ જેવી દૈનિક જરૂરિયાત ધરાવતી વસ્તુઓનો સમાવેશ થાય છે.
 
ધન્વન્તરિ કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓએ  સારવારની સાથે સાથે અપાતી દૈનિક જીવન જરૂરિયાતની કિટમાં સમાવિષ્ટ વસ્તુઓને અતિ ઉપયોગી ગણાવી હતી