મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (14:01 IST)

મોદી અને રાહુલનાં લીધે પરણેલા કપલમાં ડખોઃ યુવતીએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ

29 જાન્યુઆરીનાં રોજ ટ્વિટર પર જય દવે નામનાં યુવકે એક ટ્વિટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતુ કે, ‘પીએમ નરેન્દ્ર મોદીજી, મે રાહુલ ગાંધીનાં ફેસબૂક પર તમારા સપોર્ટમાં કૉમેન્ટ કરી હતી જેને તેમના સંસદીય વિસ્તારમાં રહેતી આ સુંદર યુવતીએ લાઇક કરી હતી. આ એક પૉસ્ટ બાદ અમારા બંને વચ્ચે વાતચીત થવા લાગી. બંને વચ્ચે નીકટતા વધી અને અમે એકબીજાને મળ્યા. મુલાકાત પછી ખબર પડી કે અમારા બંનેના વિચારો મળે છે અને અમે બંને તમને સપોર્ટ કરીએ છીએ તેમજ અમે બંને ભારત માટે જીવવા માંગીએ છીએ.

તેથી અમે બંનેએ નિર્ણય કર્યો કે અમે બંને સાથે મળીને કાર્ય કરશું અને અમે બંનેએ લગ્ન કરી લીધા હતા. હવે જય દવે વિશે તેની પત્ની અલ્પિકાએ ચોંકાવનારો ખુલાસો ટ્વિટર પર કર્યો છે. અલ્પિકાએ ટ્વિટર પર એક પછી એક ટ્વિટ કરતા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેણે લખ્યું છે કે, ‘હું એ જ છોકરી છું જેને સોશિયલ મીડિયા પર જય દવે સાથે પ્રેમ થયો હતો. તેણે મારી જાણ બહાર મારી ઇમેજનો ઉપયોગ પોતાના વ્યક્તિગત લાભ માટે કર્યો છે. તેણે મને માનસિક અને શારીરિત રીતે હેરાન કરી છે અને તેના પરિવારે પણ તેનો સપોર્ટ કર્યો હતો. આ કારણે મે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.” અલ્પિકાએ લખ્યું છે કે, ‘મારી વફાદારી પર પ્રશ્નો કરવામાં આવતા હતા. મને શંકા છે કે તેની ફીલિંગ મારા માટે સાચી હતી?’ યુવતીનો આરોપ છે કે જય દ્વારા પોતાના નામનો ઉપયોગ કરીને પબ્લિસિટી મેળવવામાં આવી રહી છે. યુવતી જય અને તેના પરિવારનાં ત્રાસથી ઘર સંસાર ટૂંકાવી બેંગલુરૂ જતી રહી છે.