શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 29 ડિસેમ્બર 2024 (13:33 IST)

Earthquake In kutch- કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ

રવિવારે સવારે ગુજરાતના કચ્છમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. અગાઉ 7 ડિસેમ્બરે પણ આવી જ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ગાંધીનગરના ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10.06 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્ર ભચાઉથી 18 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. 23મી ડિસેમ્બરે કચ્છમાં જ 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આજના ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.