1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (11:36 IST)

બનાસકાંઠામાં ભૂકંપનાં આંચકા

ગુજરાતનાં કચ્છબનાસકાંઠા અવારનવાર ભૂકંપનાં આંચકા અનુભવાતા હોય છે ત્યારે આજે બનાસકાંઠાની ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. વાવથી 84 કિમી દૂર આ આંચકો અનુભવાયો હતો અને ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજસ્થાનનું બાડમેર હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાતા છેક પાલનપુર સહિતનાં વિસ્તારોમાં પણ હલકા આંચકા અનુભવાયા હતા.
 
ઉલ્લેખનીય છે કે, ભૂકંપ કચ્છ (kutch) માં અવારનવાર આવ્યા કરે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પ્રમાણે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે. ભુસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા 1 હજાર વર્ષથી મોટા ભુકંપ આવ્યો ન હોવાથી જમીન ઉર્જા વધી રહી છે. જે ગમે ત્યારે બહાર આવવા માટે મોટો ભૂકંપ આવી શકે છે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયાનક નુકસાન થવાનો અંદાજ છે.