ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (09:06 IST)

ગુજરાત હાઇકોર્ટે એક જ દિવસમાં 18 જિલ્લાના 33 પાસાના હુકમોને રદ કરીને અરજીનો નિકાલ કર્યો

ગુજરાત હાઇકોર્ટે એક જ દિવસમાં 18 જિલ્લાના 33 પાસાના હુકમોને રદ કરીને અરજીનો નિકાલ કર્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, કોરોના સમયે અચાનક લોકડાઉનની જાહેરાત કરી દેતા પરપ્રાંતિય મજૂરો અટવાઇ પડ્યા હતા. સરકાર તરફથી નાણાકીય અને રહેવાની વ્યવસ્થા નહીં થવાને લીધે મજૂરો મોટા પ્રમાણમાં ચાલતા ઘરે નીકળી પડ્યા હતા. આ સંજોગોમાં પોલીસે પરપ્રાંતીયોને પકડીને પાસા કરી દેતા તેમની સ્થિતિ દયનીય બની હતી. સરકાર તેમની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડી છે. તેમને પોતાના પરિવારની કરિયાણાની વ્યવસ્થા કરવા જવા માટે પણ મંજૂરી નહોતી.

જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આવા પરપ્રાંતિય મજૂરો સહિતના 33 લોકો સામેના પાસાના હુકમો રદ કરીને તેમને મુક્ત કરવા આદેશ કર્યો છે. પાસાનો હુકમ રદ કરવાની એક અરજીમાં રજિસ્ટર સેલ ડીડથી મકાન ખરીદવા છતાં મકાન ખરીદનાર સામે પાસા લગાવી દેવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે એવી ટકોર કરી હતી કે, આ લોકોએ ગુંડા રાખવાનું બંધ કરી દીધું છે અને પાસાની ધમકી આપવાનું શરૂ કર્યું છે. લેન્ડ ગ્રેબિંગના કાયદાની કાયદેસરતા પડકારવામાં આવી તે યોગ્ય છે. પૈત્રુક સંપત્તિમાંથી ભાગ માગતી બે બહેનો સામે પોલીસે લેન્ડ ગ્રેબિંગ અને પાસાની ફરિયાદ લગાવી હતી. કોર્ટે એવી ટકોર કરી હતી કે, દીકરીઓના ઘરની મિલકતોના ઝઘડામાં પાસા અને લેન્ડ ગ્રેબિંગ કેવી રીતે લગાવી શકાય? કોર્ટે તેની સામેથી પાસા અને લેન્ડ ગ્રેબિંગ હટાવીને સરકારને ફટકાર લગાવી છે. લવ જેહાદના કાયદાની કલમ 5 પર ભૂલથી સ્ટે મુકાયો હોવા અંગે સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠ સમક્ષ સરકાર તરફે અરજી કરવામાં આવી છે. કોર્ટે તેમાં કોઇ ભૂલ નહીં હોવાનું ઠેરવીને વધુ સુનાવણી ગુરુવાર પર મુલતવી રાખી છે.સરકાર તરફથી એવી રજૂઆત કરાઇ છે કે, લવ જેહાદના કાયદાના અધિનિયમમાં થયેલા સુધારા પૈકી કલમ-5 પર ભૂલ પર સ્ટે આપવામાં આવ્યો છે. આ કલમ ધર્માંતરણ માટેની છે તેથી તેના પર સ્ટેની જરૂર નથી. હાઇકોર્ટ આ અંગે વધુ સુનાવણી ગુરુવારે પર મુલતવી રાખી છે. કલમ-5 ખરેખર સ્ટે કરવા માટે યોગ્ય છે કે નહી? તે અંગે કાલે ચીફ જસ્ટિસની કોર્ટમાં સુનાવણી યોજવામાં આવશે.
[09:09, 26/08/2021] Kalyani: related phota hoy to aapo pl