શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 14 જુલાઈ 2021 (22:02 IST)

દેશમાં અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ શરૂ કરનાર સૌપ્રથમ ગુજરાત હાઇકોર્ટ નો મહત્વ નિર્ણય

ગુજરાત હાઈકોર્ટ એ  પ્રથમ વખત સમગ્ર દેશમાં કોરોના મહામારી વચ્ચે અપ્રત્યક્ષ સુનાવણીનું યુટ્યુબ ચેનલના માધ્યમથી જીવંત પ્રસારણ કર્યું હતું , હવે તેમાં પણ ગુજરાત હાઇકોર્ટે એક ડગલું આગળ વધી રહી છે. જેમાં હવે જો ચીફ જસ્ટિસ સિવાય પણ કોઈ અન્ય જસ્ટિસ હાઇકોર્ટની કાર્યવાહીનું યુટ્યુબ ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરવા ઈચ્છે તો તે કરી શકે છે. આ માટેની ઓફિશિયલ શરૂઆત 17 જુલાઇએ સાંજે 5:30 વાગ્યે ભારતના ચીફ જસ્ટીસ એન.વી.રમના દ્વારા કરવામાં આવશે .
 
ઉલ્લેખનીય છે કે અપ્રત્યક્ષ સુનાવણીનું જીવંત પ્રસારણ કરનાર ગુજરાત હાઇકોર્ટ સમગ્ર દેશમાં પ્રથમ છે કે જેણે યુટ્યુબ ચેનલ ઉપર અપ્રત્યક્ષ સુનાવણી શરૂ કરી હતી . વર્ષ 2018 માં સ્વપ્નિલ ત્રિપાઠી VS સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આધારે નિર્ણય લેવાયો હતો . જેમાં 26 ઓક્ટોબર 2020 થી યુટ્યુબ ચેનલના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટિસની ખંડપીઠેની કાર્યવાહીનું જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું.હવે 17 જુલાઈએ સાંજે 5:30 વાગ્યે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી.રમના વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત હાઇકોર્ટના નવા નિર્ણયનો શુભારંભ કરશે.