શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (11:13 IST)

Valentine's Day ના બદલે માતા-પિતા પૂજન દિવસ, ગુજરાતમાં આદેશ જાહેર

ગુજરાતના જામનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા એક અનોખું સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે કે 14 ફેબ્રુઆરીના રોજ સ્કૂલોમાં માતા-પિતા પૂજન દિવસ ઉજવવામાં આવે. શિક્ષણ વિભાગના આદેશ બાદ જ આ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. જોકે શિક્ષણ વિભાગના અધિકારી બીનાબેન દવેનું કહેવું છે કે આ આદેશ એટલા માટે જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે યુવા પેઢી ભારતી સંસ્કૃતિથી વિમુખ થઇ રહી છે. સ્કૂલ કોલેજમાં શરૂ થતાં જ બાળકોને સંસ્કાર આપવા જરૂરી છે. 
 
આજે 14 ફેબ્રુઆરીના રોજ જામનગરની સ્કૂલોમાં ઓછામાં ઓછા 10 બાળકોના માતા-પિતાને બોલાવીને તેમની પૂજા કરવામાં આવશે. બાળકોના માતાને તિલક લગાવવામાં આવશે અને તેમને ફૂલ-માળા આપીને સન્માનિત કરવામાં આવશે. જોકે આ આદેશ તમામ સ્કૂલો માટે અનિવાર્ય નથી. સ્કૂલ પોતાની ઇચ્છાથી માતા-પિતા પૂજન દિવસ ઉજવી શકે છે. 
 
તમને જણાવી દઇએ કે એક એવું જ સર્કુલર ગુજરાતના સુરતમાં પણ જાહેર કરવામાં આવ્યું છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી રાજ્યગુરૂએ જણાવ્યું કે વેલેન્ટાઇન ડે જેવા તહેવારોથી યુવા પેઢી ખૂબ પ્રભાવિત થઇ રહી છે. એટલા માટે જરૂરી છે કે પોતાના બાળકોને શરૂઆતથી જ ઉત્તમ ભારતીય સંસ્કાર આપવામાં આવે. ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે 14 ફેબ્રુઆરીના રોજ માતા-પિતા દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.