રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 30 ડિસેમ્બર 2020 (10:58 IST)

માઉન્ટ આબુ બન્યું ઠંડુગાર, -4 તાપમાન થતાં ઘાસ મેદાન પર બરફ ચાદર છવાઇ

ગુજરાતઓ માટે મીની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં અત્યારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. અહીં પારો માઇનસ -4 ડિગ્રી સુધી નીચે ગગડ્યો છે. કડકડતી ઠંડી વચ્ચે માઉન્ટ આબુના ઓરિયા અને અચલગઢ વિસ્તારમાં પાણીના પાત્રો અને ઘાસના મેદાનો સહિતના નાના નાના કુંડના બરફની પરત જામી ગઇ હતી. 
કડકડતી ઠંડી વચ્ચે સ્થાનિક લોકોએ પાણીમાં જામી ગયેલા બરફની મજા માણતાં કહ્યું કે આવતાં કહ્યું કે આવી ઠંડી તેમણે ક્યારેય જોઇ નથી. આવી ઠંડી માટે સમાચાર માધ્યમોથી જાણકારી પ્રાપ્ત કરતા હતા પરંતુ આજ વાસ્તવિકતામાં પાણીના પડ પર જામી ચૂકેલા બરફનો અનુભવ કરી રહ્યા છે.  
 
સાથે જ બરફના મોટા મોટા પર પોતાના હાથ લઇને બતાવતાં કહ્યું કે તેમને જે જાણકારી હતી તેના કરતાં વધુ ઠંડી છે. સાથે જ તેનું જીવતું ઉદાહરણ આ બરફના પડ છે. આ ઉપરાંત સ્થાનિકએ મોડી સાંજે અને સવારે તાપણા સળગાવી ઠંડીથી બચવાનો પ્રયત્ન કર્યો હતો. 
તો આ તરફ રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. નલિયામાં મંગળવારે 2.7 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે કેશોદમાં 6.2 ડીગ્રી ઠંડી હતી. અમદાવાદમાં તાપમાન 10 ડીગ્રી રહેવા પામ્યું હતું. હજુ બે દિવસ ઠંડી રાજ્યમાં રહેશે.