મંગળવાર, 14 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 25 જૂન 2021 (18:37 IST)

સાવધાન ગુજરાત - ડેલ્ટા પ્લસ વેરિએંટની ગુજરાતમાં એંટ્રી, વડોદરા અને સુરતમાં 1-1 કેસ નોંધાયા

દેશમાં જીવલેણ કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે જો કે કોરોના ડેલ્ટા પ્લસ વેરિએંટે ચિંતા વધારી છે. સરકારે આજે જણાવ્યુ કે 45000 નમૂનાની તપાસમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએંટના 48 મામલા સામે આવ્યા છે અને તેમાથી સૌથી વધુ 20 મહારાષ્ટ્રના છે. અત્યાર સુધી 11 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએંટની ચોખવટ થઈ છે. 
 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા પ્લસની એન્ટ્રી થઈ હોવાની પુષ્ટિ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના આ બે કેસ સુરત અને વડોદરામાં નોંધાયા છે.
 
દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દેશના 11 રાજ્યોમાં 48 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર આ ઘાતક વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જમ્મુ કાશ્મીર અને તમિલનાડુમાં પણ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ સામે આવ્યા છે.
 
સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ ડેલ્ટા પ્લસ વેરિએંટના મઘ્યપ્રદેશમાં સાત, મહારાષ્ટ્રમાં 20, પંજાબમાં બે, ગુજરાતમાં 2, કેરલમાં ત્રણ, તમિલનાડુમાં નવ, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ, કર્ણાટકમાં એક એક મામલા આવ્યા છે.  ડેલ્ટા પ્લસના ખતરા સામે સારા સમાચાર એ છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિન વેક્સિન SARS CoV 2ના આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ એમ તમામ વેરિયન્ટ સામે અસરકારક સાબિત થઈ છે. આ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ 48 દેશમાં નોંધાઈ ચૂક્યો છે.આ વાત ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કરી છે.