બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (19:52 IST)

દેશવ્યાપી ફેક ડીગ્રી-માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ

નર્મદા એલસીબી પોલીસે દિલ્હી ખાતેથી એક મહિલાને પકડી દેશવ્યાપી ફેક ડીગ્રી-માર્કશીટ કૌભાંડ ઝડપી પાડ્યું છે.  મૂળ છત્તીસગઢની અને દિલ્હીમાં રહેતી મહિલાની પોલીસે ધરપકડ કરીને તેની પાસેથી દેશની 35 યુનિવર્સિટીની બનાવટી 237 ડીગ્રી અને 510 માર્કશીટ જપ્ત કરી છે. આરોપી મહિલા બેઉલા નંદ રેવ બીસી નંદ ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયર છે. તે ગુગલમાં પણ નોકરી કરી ચૂકી છે પોલીસે મહિલાના 6 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.
 
પોલીસને બાતમી મળી હતી કે બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ દિલ્હી ખાતેથી બેઉલાનંદ રેવ બીસી નંદ નામની મહિલાએ બનાવ્યા છે અને આ મહિલા નવી દિલ્હીના રાજાપુરી રોડ ઉત્તમનગરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. LCBની ટી તાત્મકાલિક દિલ્હી પહોંચી ગઇ હતી અને આરોપી મહિલાને ઝડપી પાડી હતી અને ઘરમાં તપાસ કરતા દેશની અલગ-અલગ 35 યુનિવર્સિટીના 30 ડિગ્રી સર્ટિફિકેટ અને 10 માર્કશીટ, સ્ટેશનરી, કલર પ્રિન્ટર મશીન તેમજ અલગ-અલગ યુનિવર્સિટી તેમજ બોર્ડના 94 રબર સ્ટેપ તથા ડિગ્રી સર્ટિફિકેટ તથા માર્કશીટ ઉપર લગાડવાના હોલમાર્ક પણ મળી આવ્યા હતા.
 
રાજપીપળાની બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 10 ડિસેમ્બર-21ના રોજ એક બનાવટી વેબસાઈટ બની હતી. આ ઉપરાંત એક બનાવટી ડીગ્રી સર્ટિ. વેરીફીકેશન માટે આવી હતી. આ અંગે રજિસ્ટ્રારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજપીપળા પોલીસ અને નર્મદા LCB સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી.
 
વિવિધ શૈક્ષણિક યુનિવર્સિટીઓ અને સંસ્થાઓની કુલ 73 વેબસાઈટ ડોમેન્સ મહિલા દ્વારા ચલાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તમામ શકમંદોને પકડી લીધા છે અને ગુજરાત અને ગુજરાત બહારના 31 એજન્ટોની શોધ શરૂ કરી છે જેઓ આરોપી મહિલાના સંપર્કમાં હતા. ડીવાયએસપી વાણી દુધાતની દેખરેખ હેઠળ 4 ટીમો બનાવવામાં આવી છે. સમગ્ર દેશમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ કૌભાંડમાં મોટા નેતાઓની સંડોવણી સામે આવે તેવી શક્યતા છે.