1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (17:16 IST)

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે શાળાઓની ફી વધારાની માંગ

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. કોરોનાની ત્રીજી લહેર ભલે ઓછી ઘાતક હોય પણ હજુ મુસીબત ઓછી થઈ નથી. આ વખતે અનેક શાળાઓમાં બાળકો પણ કોરોના પોઝીટીવ આવતા હાલ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યુ છે. આવા સમયમાં જ ફી નિર્ધારણ કમિટી સમક્ષ સૌરાષ્ટ્ર ઝોનની શાળાઓએ ફી વધારા માટેની માંગ કરી છે.  મહત્વની વાત એ છે કે ફી નિર્ધારણ સમિટીએ સંખ્યાબંધ સ્કૂલોની માગણી સ્વીકારી લીધી છે.
 
શાળાઓમાં ફી વધારા અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટના પ્રમુખ ડી વી મહેતાએ કહ્યું હતું કે શાળાઓ પણ કોરાનાના કારણે મુશ્કેલીમાં છે.છેલ્લા બે વર્ષથી શાળાઓએ ફી વધારો કર્યો નથી અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.તેમાં પણ એક વર્ષ રાજ્ય સરકાર દ્રારા ૨૫ ટકા ફી માફી આપવામાં આવી અને ફી ચૂકવણીમાં વાલીઓએ સમય લગાડ્યો છે ત્યારે આવા સમયે ફી વઘારો કરવો ખૂબ જ જરૂરી છે.કોરોનાના સમયમાં શાળાઓએ ઓનલાઇન શિક્ષણ આપ્યું જ છે ત્યારે શિક્ષકોને પણ હવે પગાર વધારો આપવો પડે છે.પગાર ન વધતાં શિક્ષકો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે ત્યારે શાળાઓને ટકાવી રાખવા માટે ઓછામાં ઓછો 10 ટકા વધારો આપવો ખુબ જ જરૂરી છે.