રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 સપ્ટેમ્બર 2023 (18:46 IST)

રંગીન મિજાજી સસરાના વહુ સાથે સંબંધો હતા, કિલર વહુએ બે લાખની લાલચમાં ઢીમ ઢાળી દીધુ

ખેડા જિલ્લા વહુ અને સસરા વચ્ચેના સંબંધો દીકરી-પિતા જેવા હોય છે, પરંતુ ખેડાના વહુ-સસરાએ આ સંબંધોને લજવ્યા છે. એક વહુના પોતાના સસરા સાથે સંબંધો હતો. સસરા સાથે શારીરિક સંબંધો બાંધવા માટે વહુ તેમની પાસેથી રૂપિયા લેતી હતી. પરંતુ આ પ્રેમ વચ્ચે કોઈ દિવાર બન્યું, અને તેણે વહુને વિદેશ જવાની લાલચ આપી. તેથી તેણે પોતાના સસરા પાસેથી 2 લાખ રૂપિયાની માંગ કરી હતી. સસરાએ રૂપિયા આપવાની ન પાડતા વિફરાયેલી વહુ હેવાન બની અને સસરાને મોતને ઘાટ ઉતાર્યા.

તેણે ચાકુથી સસરાના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો. તેમજ સસરાના માથા પર ચાકૂના ઘા કર્યા હતા. આખરે ઘરમાં બનેલા એક પ્રાઈવેટ રૂમમાંથી સસરાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે વહુની ધરપકડ કરી છે તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. 75 વર્ષીય જગદીશ શર્મા ત્રણ દિવસથી ગાયબ હતા. તેથી તેમના મોટા ભાઈ વિજય શર્માએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરંતું તેઓ ક્યાય મળ્યા ન હતા.

પોલીસે તપાસ શરૂ કરી તો માલૂમ પડ્યું કે, જગદીશ શર્માના તેમની વહુ સાથે સંબંધો હતો. ત્યારે તપાસ કરતા વૃદ્ધનો મૃતદેહ ઘરમાં જ મળી આવ્યો હતો.જગદીશ શર્માનો મૃતદેહ નગ્ન હાલતમાં અને ક્ષતવિક્ષત હાલતમાં મળ્યો હતો. તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં જણાવાયું કે, વૃદ્ધના પ્રાઈવેટ પાર્ટ અને માથા પર ગંભીર ઈજાઓ હતો. પોલીસે તપાસ શરૂ કરી તો, જગદીશ શર્માના દીકરાએ પોતાના નાના ભાઈની પત્ની મનીશ શર્મા પર શંકા હોવાનું જણાવ્યું. પોલીસે મનીષાની આકરી પૂછપરછ કરી તો તેણે બધુ કબૂલ્યું હતું. તેણે ચોંકાવનારી માહિતી આપી હતી. મનીષાએ જણાવ્યું કે, તેના સસરા જગદીશ શર્મા તેની સાથે સંબંધ બનાવતા હતા, બદલામાં તેને રૂપિયા આપતા હતા.મનીષાએ હત્યાનું કારણ જણાવ્યું કે, ફેસબુક પર એક શખ્સ સાથે તેને મિત્રતા થઈ ગઈ હતી, જે તેને વિદેશ લઈ જવા માંગતો હતો. તેના કારણે તેને 2 લાખ રૂપિયાની જરૂર હતી. પરંતું તેના સસરાએ રૂપિયા આપવાની ના પાડી. તેમજ તે મનીષાને વિદેશ જતા રોકતો હતો. તેથી સસરાના કાંટો રસ્તા પરથી હટાવવા માટે તેણે સસરાની હત્યા કરી હતી. સસરા તેની સાથે જબરદસ્તી સંબંધ બાંધવા માંગતા હતા, તેણે રૂપિયા માંગ્યા તો તે ગાળો આપવા લાગ્યા. તેથી તેણે સસરાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યો અને તેમના માથા પર હુમલો કર્યો.