બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 મે 2020 (17:50 IST)

અમદાવાદમાં એક જ દિવસમાં બે જગ્યાએ આગ, 1 વ્યક્તિનું મોત

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સાકાર 7 બિલ્ડીંગમાં આગ લાગતા ભારે દોડધામ મચી હતી. આશ્રમ રોડ પર નહેરુબ્રિજ નજીક આવેલા સાકાર-7 કોમ્પ્લેક્સમાં બપોરના સમયે અચાનક જ આગ ભભૂકી ઉઠી છે. જેના કારણે લોકોમાં નાસભાગ જોવા મળી હતી. આગ લાગી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તેમણે આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. આગથી બચવા એક વ્યક્તિએ ઇમારત પરથી પડતું મુકતા તેનું કરુણ મોત નિપજ્યું હતું 
 
ફાયર ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી હાઇડ્રોલિક સીડીની મદદથી ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. કોમ્પ્લેક્સના ભોંયરામાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઇ રહ્યું છે. ફાયર વિભાગની 3 ગાડીઓ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે. કોમ્પલેક્સના બીજા માળે પણ કેટલાક લોકો ફસાયા હોવાની સંભાવના છે.
 
કોમ્પલેક્સના બીજા અને ચોથા માળે કેટલાક લોકો ફસાયા છે. જેમને હાઈડ્રોલિક ક્રેઇન દ્વારા બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. એક વ્યક્તિનું જાન બચાવવા કૂદી પડતાં મોત નીપજ્યું છે. ફાયર વિભાગ દ્વારા હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાના અહેવાલો છે.
 
આ ઉપરાંત અમદાવાદના શિવરંજની પાસે અક્ષત ટાવરમાં આગ લાગી હતી. આઇટી ઓફિસના સર્વરમાં લાગી લાગી હતી. આગ લાગતા જ 2 ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાનિ થઇ નથી.