ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 29 મે 2020 (12:36 IST)

અમદાવાદના મેયરે PPE કીટ દાનમાં સ્વીકારતો ફોટો પડાવતા માસ્ક ન પહેર્યું

કોરોના વાઇરસની મહામારીને લઇ  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. નાગરિકોને ગાઈડલાઈનને પાલન કરવાનું કહેતા પહેલા શહેરના પ્રથમ નાગરિકે પાલન કરવાનું હોય છે પરંતુ અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બીજલ પટેલે જ ગાઈડલાઈનનો ભંગ કર્યો છે. એસ.બી.આઇ લાઇફ ઇન્સ્યુરન્સ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 5000 PPE કીટ દાન કરવામાં આવી હતી. જેનો ફોટો પડાવતા સમયે તમામ લોકોએ ગાઈડલાઈન મુજબ મોંઢે માસ્ક પહેર્યા હતા પરંતુ મેયરે માસ્ક પહેર્યું ન હતું. પાંચ વ્યક્તિઓ સાથે ઊભા રહી ફોટો પડાવતી વખતે માસ્ક પહેરવું જોઈએ તેની જગ્યાએ તેઓ વગર માસ્કે ફોટો પડાવ્યો હતો. મેયર દ્વારા આ રીતે માસ્ક પહેર્યા વગર ફોટો પડાવતા શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની પાસેથી ગાઈડલાઈનના ભંગ બદલ દંડ વસુલવામાં આવશે? કે મેયર એક જવાબદાર નાગરિક તરીકે સામેથી જ દંડ ભરી દેશે. #HuPanCoronaWarrior અભિયાન અંતર્ગત "સેલ્ફી વિથ માસ્ક" માં હું પણ માસ્ક સાથે સેલ્ફી લઈને આ જનજાગૃતિ અને જનભાગીદારીના નવતર આયામમાં સહભાગી બની. આપ સૌને પણ નમ્ર અનુરોધ કરું છું કે આપ પણ જોડાવો. આવું ટ્વિટ કર્યું હતું પરંતુ પોતે જ માસ્ક પહેર્યા વગર બહાર દેખાતા માત્ર મેયરે દેખાડો કર્યો હોવાનું જણાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વિટર પર આ SBIના PPE કિટના દાનના ટ્વિટમાં લોકોએ મેયરના માસ્ક ન પહેરવા બદલ આલોચના અને મજાક ઉડાવી હતી. લોકોએ ખૂબ જ રમુજી કોમેન્ટ કરી પ્રથમ નાગરિકની હાંસી ઉડાવી હતી.