બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 9 ડિસેમ્બર 2020 (08:24 IST)

Ahmedabad Fire: અમદાવાદ વટવામાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ પછી લાગી ભીષણ આગ, બે યુનિટ બળીને ખાખ

અમદાવાદના વટવામાં ગુજરાત ઈંડસ્ટ્રીયલ ડેવલોપમેંટ કોર્પોરેશન ફેસ-2માં મોડી રાત્રે ભીષણ આગ લાગી ગઈ. આગ કેમિકલ ફેક્ટરીમાં લાગી હતી, ત્યારબાદ આસપાસની ચાર ફેક્ટરીઓમાં પણ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગના પચીસ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગને કારણે નવ વિસ્ફોટ થયા, વિસ્ફોટો એટલા ઝડપી હતા કે તેનો અવાજ ત્રણ કિલોમીટર દૂર સંભળાયો. વિસ્ફોટોના અવાજથી નજીકના કારખાનાઓની બારીના કાચ પણ તૂટી ગયા હતા.
 
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વટવા GIDCમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ગત મોડીરાત્રે 1 વાગ્યાની આસપાસ વટવા-વિંઝોલ રેલવે ફાટક પાસે આવેલ માતંગી એન્ટરપ્રાઈઝ અને જાગશન નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. જેમાં આસપાસની 4 કંપનીઓ પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી, આ સાથે કુલ 6 જેટલી કંપનીમાં આગ ફેલાઈ હતી.
 
ફાયરબ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કરી 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોએ આગને કાબુમાં લેવાના પ્રયત્ન કર્યા હતાં અને ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે આગની ઘટનામાં હજુ સુધી જાનહાનીના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.