રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 7 જાન્યુઆરી 2023 (11:44 IST)

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ફ્લેટમાં લાગી આગ, એકનું મોત

fire in ahmedabad
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી. ગિરધર નગર સર્કલ પાસે આર્કેડ ગ્રીનમાં આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આગ લાગવાની ઘટના જાણ થતાં ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ ઓલવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નિપજ્યું છે. 
fire ahemdabad
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા આર્કેટ ગ્રીન ફ્લેટમાં ગેસ ગીઝરમાં આગ લાગી હતી. જેના આગ ફ્લેટના પાંચમા માળે લાગી હતી. આગ લાગી ત્યારે 4 લોકો ઘરમાં હતા. 7.30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આગના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયરની ટીમે આસપાસના ફ્લેટના રહીશોને બહાર કાઢ્યા હતા. જોકે ધુમાડાના કારણે લોકોને રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પડી હતી. 
 
આગની ઘટનામાં એક યુવતીનું મોત નિપજ્યું છે. પ્રાથમિક તબક્કે પ્રાપ્ત માહિતી અનુસાર ગેસ ગીઝરના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. એક મહિલાને ફાયરે બચાવી, 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.