મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (13:28 IST)

ગાંધીનગરમાં ધારાસભ્યોના ક્વાર્ટરના ભોજનાલય સહિત 58 એકમો પાસે ફાયર NOC નથી

અમદાવાદ આગની ઘટનાને પગલે ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પણ તપાસનો ધમધમાટ ચલાવાયો છે. ત્યારે શહેરમાં શનિવાર અને રવિવારના 2 દિવસમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, જીમ અને બિલ્ડિંગ સહિતના 68 એકમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં માત્ર 10 એકમો પાસે જ ફાયર એનઓસી હોવાનું સામે આવ્યું હતું. તંત્ર દ્વારા સે-11 ખાતેની 5 બિલ્ડિંગમાં પણ ચેકિંગ કરાયું હતું, જેમાં વિજય કોમ્પલેક્ષ, મેઘ મલ્હાર, હવેલી આર્કેડમાં એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત રાધે સ્વીટમાર્ટ તથા ડોમિનોઝ સહિતની 6 ખાણીપીણીની દુકાન-હોટેલોમાં પણ એનઓસી ન હતું. બીજી તરફ સે-6 ખાતે ઈસ્કોન ગાંઠીયા, કાઠીયાવાડી હોટેલ, તેમજ ઈન્ફોસિટીમાં 16 એકમોની તપાસ કરાઈ જેમાં એકેય પાસે ફાયર એનઓસી મળ્યું ન હતું. સે-16 ખાતે આવેલી 9 હોટેલ ચેકિંગ કરતાં 3 પાસે એનઓસી મળ્યું હતું જ્યારે હોટેલ ગ્રીનએપલ, મેરીગોલ્ડ, પૂર્ણીમા, દાદીસા, આદર્શ, ઓનેસ્ટ હોટેલ ફાયર એનઓસી વગર ધમધમતી હોવાનું સામે આવ્યું હતું બીજી તરફ સે-21 ખાતે 5માં ચેકિંગ કરતાં સત્તાધારા રેસ્ટોરન્ટ, પૂજા પાર્લર, રાધે સ્વિટમાર્ટમાં જ્યારે સે-28 ખાતે 2 રેસ્ટોરન્ટમાં, સચિવાલય મીના બજારમાં સર્વોદય ભોજનાલય પાસે એનઓસી ન હતું. પથીકાશ્રમ પાછળ આવેલા 5 ઢાબા પર દબાણમાં ચાલતા હોવાથી ફાયર એનઓસીનો સવાલ જ ઉભો થતો નથી. જ્યારે સે-21માં ધારાસભ્યોના ક્વાટર્સ ખાતે આવેલા સદસ્ય ભોજનાલય તથા સૌરાષ્ટ્ર ફરસાણ અને હોટેલ હેવેનમાં એનઓસી લેવાયું નથી. કોલવડા ખાતે આવેલી આયુર્વેદિક હોસ્પિટલ બાદ સે-22 ખાતે આવેલી આયુર્વેદિક હોસ્પિટલ પણ ફાયર એનઓસી ન હતું. બીજી તરફ સે-19 અને 21માં આવેલા સરકારી જીમખાન સહિત 11,27, 24, સરગાસણમાં કુલ 9 જીમમાંથી એકેય પાસે એનઓસી મળ્યું ન હતું.