શકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ, પીએમ મોદીએ ફોન કરીને તબિયતની ચિંતા બતાવી
ગુજરાતમાં કોરોના વાયરસ કહેર થવાનું નામ નથી લઈ રહ્યો. હવે તેણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને પણ પોતાની પકડમાં લીધા છે. વાઘેલાનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ તાત્કાલિક ધોરણે હોમ ક્વૉરન્ટાઈન થઈ ગયા હતા પરંતુ તેમની તબિયત વધારે લથડતા તેમને શહેરની ર્સ્ટલિંગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
આજે સવારે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુનાં ખબરઅંતર પૂછવા માટે ટેલિફોનિક વાતચીત કરી હતી. મળતી માહિતી પ્રમાણે, ટેલિફોનિક વાતચીતમાં પીએમ મોદીએ તેમની તબિયતની ચિંતા કરી હતી અને તમામ પ્રકારની મદદની વ્યવસ્થાની ખાતરી આપી હતી. નોંધનીય છે કે, ૮૦ વર્ષના શંકરસિંહ વાઘેલાને છેલ્લા ત્રણ-ચાર દિવસોથી શરીરમાં તાવ અને અશક્તિ રહેતી હતી. એટલુ જ નહીં, ગળામાં બળતરા અને કફ પણ હતો તેથી તેમણે ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો રીપોર્ટ કરાવવા માટે સેમ્પલ આપ્યા હતા. જે પોઝિટિવ આવ્યા હતા.
આ અગાઉ 24 કલાકમાં કોરોના ચેપના 624 નવા કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં નવા કેસ આવતા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 31397 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22,808 દર્દીઓ સ્વસ્થ થયા બાદ હોસ્પિટલોમાંથી રજા આપી દેવાયા છે.