રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 15 જૂન 2024 (12:12 IST)

સુરતમાં એક જ પરિવારના ચાર વૃદ્ધજનો રાત્રે સુઈ ગયા અને સવારે ઉઠ્યા જ નહીં, પોલીસ દોડતી થઈ

surat news
surat news


સુરતના જહાગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના 4 વૃદ્ધ લોકો રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. ચારેય લોકોએ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મૃતકોના સંબંધી જયેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મારા કાકા કોરોનામાં ગુજરી ગયા હતા. મારા કાકી અને તેના બે છોકરા અહીં રહે છે. મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરૂષ છે. ત્રણેય બહેનો છે, ગામડેથી આવ્યા છે એને હું ઓળખતો નથી. ગઈકાલે રાત્રે બધા સાથે જમ્યા હતા. બાદમાં સવારે તેના પરિવારના એક બહેન નાસ્તો લઈને આવ્યા ત્યારે ઘરમાં બધા ગમે તેમ પડેલા હતા. પોલીસની કાર્યવાહી થાય અને મેડિકલ રિપોર્ટ આવે તેના પર બધો મદાર છે. પરિવારમાં પાંચ સભ્યો છે. જેમાં નાનો દીકરો ગોવા છે અને બીજો અહીંયા જ રહે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજન રેસિડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં ચાર લોકો રહેતા હતા, જેમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. તમામની ઉંમર 55થી 60 વર્ષની છે. રાત્રે જમ્યા બાદ ચારેય સૂતાં હતાં અને સવારે ઊઠ્યા જ નહીં અને મૃત હાલતમાં મળ્યા છે. બાજુમાં જ પરિવારનો એક પુત્ર રહે છે. તેણે સવારે દરવાજો ખખડાવ્યો પણ ખોલ્યો નહોતો, આથી તેની પાસે બીજી ચાવી હતી એનાથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. અંદર જોતા ચારેય મૃત હાલતમાં જોવા મળ્યા હતા. ચારેયે રાત્રે પૂરી અને કેરીનો રસ આરોગ્યો હતો. ત્યાર બાદ ફૂડ-પોઈઝિંગ થયું હોય એવું પણ માનવામાં આવે છે. ચારેયનાં મોત હાલ શંકાસ્પદ માનવામાં આવી રહ્યાં છે.