રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 મે 2022 (12:33 IST)

લીંબડી-અમદાવાદ હાઈવે પર ઈકો કાર અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4ના મોત

accident
લીંબડી-અમદાવાદ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. લીંબડીના કટારીયા ગામ પાસે ઇકો કાર અને ખાનગી લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે યુવાનોને ઈજાઓ પહોંચતા 108 દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજકોટના યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. કારના પતરા ચીરીને લાશો બહાર કાઢાઇ હતી.
 
લગ્ન પ્રસંગમાં જતાં મોત ભેટયુ 
લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે રવિવારની રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત નીપજ્યા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કારમાં સવાર યુવાનો રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે જ લીંબડી અમદાવાદ હાઇવે પર આ ગોઝારો અકસ્માત થયો હતો.