ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (10:16 IST)

જી-20: ડિજીટલ પેમેન્ટસ ઉત્સવ’માં પેટીએમ દ્વારા જી-20 થીમના ક્યુઆર કોડ પ્રારંભ

પેટીએમ બ્રાન્ડની માલિકી ધરાવતી One97 કોમ્યુનિકેશન્સ લિમિટેડ (OCL) ભારતની અગ્રણી પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની અને  ક્યુઆર અને મોબાઈલ પેમેન્ટસમાં પાયોનિયર પેટીએમે આજે આંતર-સરકારી ફોરમમાં ભારતના પ્રમુખપદને બિરદાવવા માટે ખાસ જી-20 થીમ હેઠળ ક્યુઆર કોડની જાહેરાત કરી છે. માન. રેલવેઝ, સંદેશા-વ્યવહાર અને ઈલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવે દિલ્હીમાં ઈન્ડિયા હેબીટેટ સેન્ટર ખાતે ‘ડિજીટલ પેમેન્ટસ ઉત્સવ’ માં આ ક્યુઆર કોડનો પ્રારંભ કર્યો છે.
 
ક્યુઆર કોડ પેમેન્ટસના પાયોનિયર તરીકે પેટીએમે ભારતના મોબાઈલ પેમેન્ટસ ક્રાંતિમાં મહત્વની ભૂમિકા બજાવી છે. આ વિશિષ્ટ ક્યુઆર કોડમાં જી-20 2023 અને ભારતની આઝાદીના 75મા વર્ષ પ્રસંગે  જી-23 2023ની સાથે સાથે ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયનો લોગો અને ડિજીધન મિશન દર્શાવવામાં આવ્યું છે.
 
ડિજીટલ પેમેન્ટસ ઉત્સવ એ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY)નો પ્રયાસ છે અને તે ભારતના જી-20ના પ્રમુખપદ અને દેશમાં ડિજીટલ પેમેન્ટ પધ્ધતિ અંગે જાગૃતિમાં વધારો અને ડિજીટલ ચૂકવણીઓ અપનાવવાની પ્રણાલિને બિરદાવે છે. માન. પ્રધાનશ્રીએ આ પ્રસંગે એક કાર અને બાઈક રેલીને લીલીઝંડી આપી હતી અને આ સમારંભમાં અગ્રણી બેંકો તથા ફીનટેક કંપનીઓએ સામેલ થઈને સુરક્ષિત અને સલામત ડિજીટલ પેમેન્ટસ અંગે જાગૃતિ  ઉભી કરવા પ્રયાસ હાથ ધર્યો હતો.
 
પેટીએમની એસોસિએટ કંપની પેટીએમ પેમેન્ટસ બેંકે ભીમ યુપીઆઈ વ્યવહારોમાં ઓછામાં ઓછો સરેરાશ ટેકનિકલ ડિક્લાઈન રેટ (ટીડી) જાળવવા બદલ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયનો શ્રેષ્ઠ પુરસ્કાર હાંસલ કર્યો છે.
 
પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્મા જણાવે છે કે “ભારત મોબાઈલ પેમેન્ટસ રિવોલ્યુશનમાં મોખરે છે અને ક્યુઆર કોડમાં પાયોનિયર છે. પેટીએમ યુપીઆઈને દેશના ખૂણે ખૂણે લઈ જઈ રહ્યું છે. જી-20માં નાણાંકિય સમાવેશિતા અગ્ર સ્થાને છે અને તે આપણાં અડધા અબજ ભારતીયોને આ મિશન હેઠળ અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ કરે છે.”
 
પેટીએમના વિજયશંકર શર્મા સ્ટાર્ટઅપ20 ફાયનાન્સ ટાસ્કફોર્સમાં પ્રમુખ સ્થાને છે. આ ટાસ્કફોર્સ ગ્લોબલ રોકાણકારોને ઉત્તમ પ્રણાલિઓ માટેનું માળખું પૂરૂં પાડશે કે જેથી તે જી-20ના સભ્ય દેશોના રોકાણકારોને સહાયરૂપ બની શકે અને એવું મોડલ ફ્રેમવર્ક બનાવવામાં સહાય કરી શકે કે જેથી મૂડીરોકાણની ક્ષમતા નિર્માણની વ્યવસ્થા  ઉભી કરી શકાય.
 
ડિજીટલ પેમેન્ટસ ઉત્સવ હેઠળ પેટીએમ એક વિશિષ્ટ ઝૂંબેશ હાથ ધરી રહ્યું છે કે જેમાં બ્રાન્ડેડ વાહનો લોકોની મોટી હાજરી હોય તેવા દિલ્હીના વિવિધ વિસ્તારોને આવરી લેશે આ ઉપરાંત લોકોમાં ડિજીટલ ચૂકવણીઓનો ઉપયોગ વધે તે અંગે શૈક્ષણિક વિડીયો દર્શાવવામાં આવશે.
 
6.1 મિલિયન ડિવાઈસીસ રજૂ કરીને પેટીએમ ઓફ્ફલાઈન પેમેન્ટસમાં વર્ચસ્વ ધરાવે છે. તેની સહયોગી કંપની પેટીએમ પેમેન્ટસ બેંક (પીપીબીએલ) યુપીઆઈની સૌથી મોટી લાભાર્થી બેંક તરીકે માર્કેટ લીડર છે અને અગ્રણી રેમીટર બેંક તરીકેનું સ્થાન પ્રાપ્ત કરવાના પંથે છે. છેલ્લા 20 મહિનાથી પીપીબીએલ યુપીઆઈની સૌથી મોટી લાભાર્થી બેંક રહી છે અને જાન્યુઆરી 2023માં 1765.87 મિલિયન ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જે દેશની અન્ય બેંકોની તુલનામાં વધુ છે. 389.61 મિલિયન રજીસ્ટર્ડ વ્યવહારો સાથે આ બેંક યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ટોચની 10 રેમીટર કંપનીઓમાંની એક તરીકે સ્થાન ધરાવે છે તેવું એનપીસીઆઈના તાજા અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે, જે મજબૂતપણે P2P ની વૃધ્ધિને સહયોગ આપે છે અને દેશમાં મર્ચન્ટ પેમેન્ટ વ્યવસ્થામાં વૃધ્ધિ કરે છે.
 
પેટીએમ પેમેન્ટસ અને ફાયનાન્સિયલ સર્વિસીસનો ઘનિષ્ટ ગુચ્છ પૂરો પાડવાની સાથે સાથે દેશને કેશલેસ ઈકોનોમીમાં લઈ જવા માટે ડિજીટલ ક્રાંતિમાં મોખરે છે. કંપની પેટીએમ યુપીઆઈ, પેટીએમ વૉલેટ, નેટ બેંકીંગ, ડેબીટ અને ક્રેડિટ કાર્ડ તથા અન્ય સાધનો દ્વારા ડિજીટલ ચૂકવણીઓમાં સુગમતા લાવી રહી છે.