શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 મે 2018 (11:44 IST)

બેનામી પ્રોપર્ટીની માહિતી આપી 25 લાખ સુધીનું ઈનામ મેળવો - ACBની બમ્પર ઓફર

દેશભરમાં ટેર-ટેર સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર, અપ્રમાણસર મિલકત મુદ્દે રોજે રોજ ચર્ચા થતી હોય છે. લગભગ તમામ સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની બુમો સંભળાતી હોય છે. જેને લઈ એન્ટી કરપ્સન ઓફ બ્યૂરોએ ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવા નવો કિમીયો અપનાવ્યો છે. હવે ભ્રષ્ટાચારને રોકવા એસબી દ્વારા ઈનામની જાહેરાત કરવામાં આવી છે. જે કોઈ પણ સરકારી કર્મચારીની અપ્રમાણસર મિલકત અંગે માહિતી આપશે તેમને રૂ. 25 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સરકાર હવે ભ્રષ્ટાચાર મુક્ત દેશ બનાવવા માટે કડક પગલા ભરી રહી છે, હવે લાંચીયા અધિકારીઓની ખેર નથી. હજારો આંખો અને કાન સરકારી કર્મચારીઓ પર નજર રાખી રહ્યા છે. સરકારના ઈન્કમટેક્ષ, અને એસીબી વિભાગ દ્વારા ભ્રષ્ટાચારને ખતમ કરવા નવો કિમીયો અપનાવવામાં આવ્યો છે. એસીબીએ જાહેરાત કરી છે કે, જે પણ સરકારી કર્મચારીની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપશે, અને જો તે સાચી પડશે તો બાતમીદારને રૂ. 25 લાખનું ઈનામ આપવામાં આવશે. એસીબીએ આ જાહેરાત કરતા સમયે એ પણ કહ્યું કે, બાતમીદારની ઓળક ગુપ્ત પણ રાખવામાં આવશે. આ પહેલા પણ સરકારના ઈન્કમટેક્ષ અને એસીબી વિભાગ દ્વારા ભ્રષ્ટાચારને ખતમ કરવા 10 ટકા ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. ફેબ્રુઆરી-2016માં જાહેરાત કરવામાં આવી હતી કે, જે કોઈ પણ ઈન્કમટેક્ષ ચોરી કે સરકારી બાબુઓની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપશે તેને લાંચિયા અધિકારી પાસેથી જે કંઇ બે હિસાબી મિલકત મળે તેના દસ ટકા ઇનામ પેટે આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.