મંગળવાર, 7 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 ઑક્ટોબર 2025 (16:03 IST)

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 59 લાખનું સોનું ઝડપાયું

Ahmedabad International Airport
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ શનિવારે દુબઈથી આવેલા એક ભારતીય નાગરિકને અટકાવ્યો હતો અને તેના કપડામાં છુપાવેલું લગભગ અડધો કિલોગ્રામ સોનાનો પાઉડર જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹59.7 લાખ આંકવામાં આવી છે. કપડાના બે સ્તર વચ્ચે સોનાની પેસ્ટ છૂપાવી હતી.મુસાફર પાસેથી કૂલ 491 ગ્રામ સોનું મળી આવ્યું છે.

અમદાવાદના એરપોર્ટ પરથી એક વાર દાણચોરીનો પર્દાફાશ થયો છે. કસ્ટમ વિભાગે 59.70 લાખનું સોનું ઝડપાયું છે. મુસાફરે જીન્સમાં ચોરખાનું બનાવી સોનું છુપાવ્યું હોવાનું સામે આવ્યું છે.
 
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું હતુ 7 કરોડનું સોનું
આ અગાઉ પણ અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું સોનું ઝડપવામાં આવ્યું હતુ.