શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 4 ઑગસ્ટ 2025 (17:11 IST)

અમદાવાદમાં પત્નીએ પોલીસ પતિને માથામાં પત્ત્થર મારી હત્યા કરી પછી પોતે પણ આપઘાત કર્યો

Wife killed police husband in Ahmedabad
અમદાવાદ દાણીલીમડા પોલીસ લાઈનમાં પત્નીએ માથામાં પથ્થર મારીને પતિની હત્યા કરી નાખી. ત્યારબાદ પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ જણાવ્યું હતું 
 
અમદાવાદના દાણીલીમડા પોલીસ લાઇનમાં પતિની હત્યા બાદ પત્નીએ પોતે પણ આત્મહત્યાનો બનાવ બન્યો છે. મૃતક પોલીસ કર્મચારી મુકેશભાઈ પરમાર એ ડિવિઝન ટ્રાફિકમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
 
પોલીસ કોન્સ્ટેબલ મુકેશ પરમારની માથામાં પથ્થરમારીને હત્યા કર્યા બાદ પત્નીએ આત્મહત્યા કરી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શુ છે સમગ્ર મામલો
કહેવામાં આવી રહ્યુ છે કે દાણીલીમડાના પોલીસ લાઈનમાં પતિ મુકેશભાઈ પરમાર જે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં ફરજ બજાવે છે તેમના અને તેમની પત્ની વચ્ચે બોલચાલ થઈ અને બપોરે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ મુકેશને પત્થરથી ઘા માર્યો હતો. પત્ત્થરના મારના કારણે પતિ લોહી લુહાણ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમનું મોત થઈ ગયુ - પત્નીને આ વાતની જાણ થતા પત્નીએ ઘરે આવીને આત્મહત્યા કરી લીધી હતી.