શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (13:29 IST)

Diwali Bonus- રાજ્ય સરકારે જાહેર કર્યું બોનસ

ગુજરાત સરકારના વર્ગ 4 ના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્યના નાણા વિભાગે વર્ગ 4 ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ જાહેર કર્યું છે. જેમાં સળંગ 6 મહિનાના નોકરી હોય તેવા કર્મચારીઓને બોનસનો લાભ મળશે, સાથે જ સરકારે 30 દિવસના એડહોક બોનસ ચૂકવવાનો નિર્ણણ પણ કર્યો છે. 
 
નાયબ મુખ્‍યમંત્રીએ ઉમેર્યુ કે, રાજય સરકારે વર્ગ-4 ના કર્મચારીઓને 3500 રુપિયાની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આ માટે રાજય સરકારને 10.91 કરોડ રુપિયાનું વધારાનું ભારણ થશે. આનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્‍ટ ઇન એઇડ (માન્‍યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4 ના 31,596 કર્મચારીઓને મળશે.
 
મહત્વનું છે કે સરકારની આ જાહેરાત બાદ વર્ગ 4 ના કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. કર્મચારીઓની બોનસ અંગેની જાહેરાત બાદ સરકારી કર્મચારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે.