શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (12:49 IST)

દિવાળી પહેલાં અમદાવાદમાં આતંકવાદી હુમલાનું એલર્ટ, મોલ-માર્કેટ સિનેમા હોલ ટાર્ગેટ પર

દિવાલી પહેલાં સુરક્ષાને લઇને સુરક્ષા એજન્સીઓએ એકદમ સતર્ક થઇ ગઇ છે. આ દરમિયાન અમદાવાદમાં આતંકવાદી હુમલાની ચેતાવણી જાહેર કરવામાં આવી છે. એલર્ટ જાહેર કર્યા બાદ અમદાવાદ પોલીસને એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.    
 
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવએ આજે આતંકવાદી હુમલાને લઇને ચેતાવણી જાહેર કરી હતી. તેના માટે અમદાવાદ પોલીસે હાઇ એલર્ટ પર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ગુપ્તચાર સંસ્થાઓના રિપોર્ટના આધારે આતંકવાદી હુમલાને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 
 
પોલીસે ચેતાવણીમાં કહ્યું છે કે મોલ સિનેમા અને ભીડભાડવાળી જગ્યાઓ પર સાવધાની રાખો. 18 ડિસેમ્બર સુધી અમદાવાદને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.