1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (12:34 IST)

Amit shah- રાજકારણમાં રણનીતિના ઘડવૈયા છે અમિત શાહ, આ માટે આધુનિક ભારતના કહેવાય છે 'ચાણક્ય'

આજે ગૃહ મંત્રી અમિત શાહનો જન્મ દિવસ છે. ભાજપના કેટલાક મોટા નેતાઓએ આ પ્રસંગે ટ્વીટ કરી તેમણે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અમિત શાહની ચૂંટણી મેનેજમેન્ટની ક્ષમતાને કારણે તેમણે ‘ચાણક્ય’ના નામથી સંબોધિત કરવામાં આવે છે. ભાજપે પોતાના ચૂંટણી ઇતિહાસમાં સ્વર્ણિમ કાળ અમિત શાહના અધ્યક્ષ પદના કાર્યકાળ દરમિયાન જ જોયો છે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને અમિત શાહ કેન્દ્રમાં બે વખત ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતની રાજનીતિમાં એક એવું નામ, જેની અવગણના કરવી કોઈ પણ રાજકીય પાર્ટી માટે મોટી ભૂલ બની શકે તેમ છે. આવી ભૂલ યૂપીએ ગઠબંધને કરી હતી વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં. અમિત શાહની શક્તિને ઓછી આંકવાનું પરિણામ એ આવ્યું કે કોંગ્રેસ યૂપીમાં 80માંથી માત્ર 2 બેઠકો જ જીતી શકી.
 
અમિત શાહના અધ્યક્ષ રહેતા ભાજપે 2019માં લોકસભા ચૂંટણીમાં ઇતિહાસ રચતા 300+ બેઠકો પર જીત મેળવી હતી, તે બાદ તેમણે કેન્દ્ર સરકારમાં ગૃહ મંત્રીની જવાબદારી સોપવામાં આવી હતી.
 
તમને જણાવી દઇએ કે બીજેપી અધ્યક્ષ અમિત શાહનો આજે (22 ઓક્ટોબર) 57મો જન્મદિવસ છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964માં મુંબઇમાં થયો હતો. શાહે તેમના રાજકિય જીવનની શરૂઆત 1983માં રાષ્ટ્રીય સ્વયમ સેવકની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાના રૂપમાં કરી હતી. 
 
1983માં અમિત શાહે પોતાના રાજનીતિક જીવનની શરૂઆત આરએસએસ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતા તરીકે કરી હતી. 1986માં તેઓ બીજેપીમાં સામેલ થયા હતા અને તેના આગામી વર્ષમાં જ બીજેપીની યુવા શાખા ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તા બની ગયા. તેમણે 1991માં લોકસભા ઈલેક્શન દરમિયાન અને બાદમાં 1996માં અટલ બિહારી વાજયેપી માટે ગાંધીનગરમાં લાલકૃષ્ણ અડવાણી માટે પ્રચાર કર્યો હતો. અમિત શાહના રાજકીય જીવનમાં ઘણા પરિવર્તન આવ્યા છે. અમિત શાહ સૌથી નાની વયે GSFCના અધ્યક્ષ બન્યા. એડીસી બેંકના અધ્યક્ષ બન્યા બાદ માત્ર એક જ વર્ષના ગાળમાં જ તેઓએ ફડચામાં પડેલી એડીસી બેંકને પગભર કરી હતી.