1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (10:32 IST)

બાંદ્રા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ સહિતની 10 ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ રિઝર્વ્ડ કોચ 25મીથી સામાન્ય કરી દેવાશે

દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રેલવેએ 10 ટ્રેનોમાં અનારક્ષિત યાત્રા થઈ શકે એવું આયોજન કર્યું છે. 25મીથી મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનમાં 7 સેકન્ડ કલાસ કોચ અનારક્ષિત કરી દેવાયા છે. આવી જ રીતે બાંદ્રા ટર્મિનસ -સુરત સુપફાસ્ટ સ્પેશ્યલ ટ્રેનમાં 5 સેકન્ડ કલાસ કોચ અનારક્ષિત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વલસાડ-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનમાં 7 સેકન્ડ કલાસ કોચ, દહાણુ રોડ-વડોદરા સ્પેશિયલ ટ્રેનમાં 7 સેકન્ડ કલાસ કોચ, વલસાડ-વડોદરા સ્પેશિયલ ટ્રેનમાં 5 સેકન્ડ કલાસ કોચ, ભાવનગર ટર્મિનસ -ઓખા સ્પેશિયલ ટ્રેનમાં 7 સેકન્ડ કલાસ, દાહોદ-ભોપાલ સ્પેશિયલ ટ્રેનમાં 7 સેકન્ડ કલાસ, ડો.આંબેડકરનગર-ભોપાલ સ્પેશિયલમાં 7 સેકન્ડ કલાસ, વડોદરા-જામનગર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનમાં 5 સેકન્ડ કલાસ અને અમદાવાદ-સોમનાથ સ્પેશિયલમાં 6 સેકન્ડ કલાસ સીટિંગ કોચ અનારક્ષિત કરવામાં આવ્યા છે.પ.રેલવે તેજસ એક્સપ્રેસ સહિત 5 ટ્રેનોમાં વધારાના કોચ જોડશે. બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પે.માં 6 મહિના માટે એસી ફર્સ્ટ કલાસ તથા બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સ્પે.માં ફર્સ્ટ કલાસ કોચ જોડાશે. મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસમાં એક્ઝિક્યુટિવ એસી ચેર કાર તથા દાદર-બિકાનેર સ્પે અને બાંદ્રા-જોધપુર સ્પે.માં પણ વધારાનો સ્લિપર કોચ જોડાશે. રેલવે બાંદ્રા ટર્મિનસ-નિઝામુદ્દીન વિશેષ ભાડા સાથે એસી સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન દોડાવશે. આ ટ્રેન સુરતમાં પણ થોભશે, જે કુલ 20 ટ્રીપ મારશે. આ ટ્રેન બુધવાર અને રવિવારે બાંદ્રા ટર્મિનસથી સાંજે 5.30 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 10.15 વાગ્યે નિઝામુદ્દીન પહોંચશે. આ ટ્રેન 28 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી દોડાવાશે. ટ્રેનનું બુકિંગ 24મીથી ઓપન થશે.