1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ઑક્ટોબર 2023 (20:45 IST)

GPSCની બે પ્રિલિમ પરીક્ષાઓ મોકૂફ કરવામાં આવી, નવી તારીખ વેબસાઈટ પર જાહેર કરાશે

GPSC
ગુજરાતમાં જાહેર સેવા આયોગની પરીક્ષાઓની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચારો સામે આવ્યાં છે. જાહેર સેવા આયોગ દ્વારા બે પ્રિલિમ પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સાયન્ટિફિક ઓફિસરની અને ફિઝિસ્ટ માટેની અનુક્રમે 9 નવેમ્બરે અને 26 નવેમ્બર લેવાનારી પરીક્ષા મોફૂક રાખવામાં આવી છે.

GPSCએ વહિવટી કારણો સર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક્સ પર પોસ્ટ કરીને જણાવાયું છે કે, સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ-2 અને ફિઝિસ્ટ પેરામેડીકલ, વર્ગ-2ની  અનુક્રમે  તારીખ 9 અને 26 નવેમ્બરે પરીક્ષા યોજાનારી હતી. જે વહીવટી કારણોસર હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ પરિક્ષાઓની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઈટ જોતા રહેવા જણાવાયુ છે.ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી વર્ગ-2 માટેની સ્પર્ધાત્મક પરીક્ષા (સેમી ડાયરેક્ટ)ની અને અધીક્ષક, વર્ગ-2 (નિયામક, અભિલેખાગાર)ની અગાઉ મુલતવી રાખેલ પ્રાથમિક કસોટીઓની નવી તારીખો નિયત કરવામાં આવેલ છે. જે અનુક્રમે 1થી1 નવેમ્બર તેમજ અધીક્ષકની 9 નવેમ્બરે પરીક્ષા યોજાશે.