1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગોધરા: , બુધવાર, 11 ડિસેમ્બર 2019 (10:23 IST)

જૂનાગઢમાં કાર તળાવમાં ખાબકી, ગોધરાના 4 યુવાનોના મોત

ગોધરા તાલુકાના રામપુરા કાંકણપુર ગામના ચાર પટીદાર યુવકો સાત ડિસેમ્બરનાં રોજ ઇકો કાર લઇને સૌરાષ્ટ્રનાં પ્રવાસે ગયા હતાં. આ લોકો ઘરેથી રાતે આઠ વાગ્યાની આસપાસ નીકળ્યાં હતાં. વિરપુર પહોંચ્યાં હતાં જે બાદ પરિવારને આ લોકોનો સંપર્ક થયો ન હતો. પરિવારને બે દિવસથી યુવાનોનો સંપર્ક ન થતા સૌરાષ્ટ્રની પોલીસની મદદ મેળવી હતી.
 
ગોધરાના રામપુરા ગામના પિનાકીન પટેલ, મૌલિન પટેલ, મોહિત પટેલ અને જીગર પટેલ એમ ચારેય યુવાનો સૌરાષ્ટ્રમાં વીરપુર અને સોમનાથ દર્શન કરવા આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, ગઇકાલે વહેલી સવારે જૂનાગઠ પાસેની કેનાલમાંથી કાર મળી આવી હતી. જેમાં બે યુવકોનાં મૃતદેહો મળી આવ્યાં હતા. જ્યારે અન્ય બેનાં યુવકોનાં મૃતદેહ પણ શોધખોળ બાદ મળી ગયા છે. પરંતુ વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને તેમની ઇકો કાર ઊંડા પાણીમાં ગરક થઇ ગઈ હતી. જેમાં સવાર ચાર યુવાનો પૈકી બે યુવાનો જીગર પટેલ અને મૌલિક પટેલની લાશ મળી આવી છે. જ્યારે કે પિનાકીન પટેલ અને મોહિત પટેલની શોધખોળ ચાલી રહી છે તેમ જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક જે.બી. ગઢવીએ જણાવ્યું હતું. અન્ય બે યુવાનો પિનાકીન પટેલ અને મોહિત પટેલની હજુ સુધી ભાળ મળી નથી. હવે મંગળવારે સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે એમ પોલીસે જણવ્યું હતું.
 
કેશોદનાં ડીવાયએસપી, જે.વી ગઢવીએ આ અંગે જણાવતા કહ્યું કે, ‘મહમદપુરાગામનાં પુલિયામાં ગઇકાલે સવારનાં પાંચ કલાકની આસપાસ તેઓ જ્યારે જૂનાગઢથી આવતા હતા ત્યારે તેમની ગાડી આ પુલિયામાં ઉતરી ગઇ છે. આ અંગે તપાસ ચાલુ છે.’
 
મોબાઈલ નંબરનું લોકેશન છેલ્લે જૂનાગઢથી બહાર નીકળતા ઇવનગર મેંદરડા રોડ પરના વિસ્તારમાં બતાવતા અહીના સીસીટીવી દ્વારા તપાસ કરવામાં આવી હતી, પોલીસના કહેવા મુજબ તા.૮ ને રવિવારે વહેલી સવારે ચાર વાગ્યે તેમના મોબાઈલના લોકેશન બતાવ્યા બાદ મોબાઈલ સ્વીચઓફ બતાવ્યા હતા, ત્યારથી તેઓ લાપતા છે. આ અંગે એસપી સૌરભસિંઘે જૂનાગઢ ના DYSP પ્રદીપસિંહ જાડેજા અને કેશોદ DYSP જે. બી. ગઢવી તેમજ એલસીબી પીએસઆઈ આર.કે.ગોહિલ સહિતની પોલીસની ૧૦ ટીમોને ચારેય યુવાનોની શોધખોળમાં લગાવ્યા હતા, .તે ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામેથી સામાજિક અગ્રણી ડૉ. સુરેશચંદ્ર પટેલ ની આગેવાની માં 50 જેટલા યુવાનોએ પણ શોધખોળ આદરી હતી
 
યુવકો સાથે સંપર્ક ન થતા પરિવારના સભ્યોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતાં. જેથી પરિવારજનોએ કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અંતે પરિવારે યુવકો તો નહીં પરંતુ તેમની અકસ્માત થયેલી કાર અને યુવકોના મૃતદેહ મળી આવ્યો છે.