વડોદરાના સર સયાજી હોસ્પિટલમાં લાગી આગ બચાવ કાર્ય ચાલુ

fire in vadodara
Last Modified મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (15:55 IST)
ગુજરાતના વડોદરામાં આવેલ સર સયાજી જનરલ હોસ્પિટલમા બાલ ચિકિત્સા વોર્ડમાં આગ લાગી ગઈ. માહિતી મુજબ વોર્ડમાં રહેલા બધા 15 બાળકોને સુરક્ષિત અહીથી કાઢી લેવામાં આવ્યા. આગ પર કાબુ કરવાનો પ્રયાસ ચાલુ છે.

પિડિયાટ્રિક વિભાગમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. ભીષણ આગને કારણે તાત્કાલિક પીડિયાટ્રિક વિભાગમાંથી 15 બાળકોને શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. થવાને કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એસએસજી હોસ્પિટલના ત્રીજા માળે આગ લાગતાં ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.


આ પણ વાંચો :