રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 જૂન 2018 (17:08 IST)

કચ્છ યૂનિવર્સિટીમાં ABVP કાર્યકર્તાઓની ગુંડાગર્દી, પ્રોફેસર પર કાલિખ પોતીને સરઘસ કાઢ્યુ

ગુજરાતના ભુજમાં એક પ્રોફેસર સાથે એબીવીપી દ્વારા ગૈરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે. આજે એબીવીપીના 15-20 કાર્યકર્તાઓએ સાયંસ ડિપાર્ટમેંટૅના હેડના ચેહરા પર કાલિખ પોતીને તેમને આ જ હાલતમાં સરઘસ કાઢ્યુ અને તેમની સાથે ગેરવર્તણૂંક પણ કરી.   મામલો સામે આવ્યા પછી પોલીસે આરોપી વિદ્યાર્થીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી લીધી છે અને તપાસ શરૂ કરી દીધી છે. એબીવીપીની આ ગુંડાગર્દીથી કૈપંસમાં તનાવનુ વાતાવરણ બની ગયુ હતુ.  માહિતી મુજબ ડિપાર્ટમેંટ હેડ એક ચૂંટણી સંબંધી સમિતિના અધ્યક્ષ પણ છે. 
 
આ ઘટૅના યૂનિવર્સિટીના સીનેટ ચૂંટણીના ઠીક પહેલા થઈ છે. યૂનિવર્સિટીના વાઈસ ચાંસલરે આ બાબતે તેમની ખૂબ નિંદા કરી છે. તેમણે કહ્યુ છે કે તેઓ એબીવીપીની ગુંડાગર્દીની નીંદા કરે છે. સાથે જ તેમને મામલાની તપાસ કરાવવાની માંગ ઉઠાવી.  એબીવીપીના કાર્યકર્તાઓએ ડિપાર્ટમેંટ હેડ પર વિદ્યાર્થી ચૂંટણીમાં ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે.  દાવો છે કે આગામી મહિને થનારી સીનેટ ચૂંટણીમાં અનેક વિદ્યાર્થીઓના નામ કાપવામાં આવ્યા છે.  તેઓ આ મામલાને લઈને જ ગિરીન બખ્શી પાસે ગયા હતા.