ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 ઑગસ્ટ 2020 (12:27 IST)

ગુજરાતના ATS પર મુંબઇના શાર્પશૂટરે કર્યું ફાયરિંગ, મોટું કાવતરું નિષ્ફળ

અમદાવાદમાં મુંબઇના એક શાર્પશૂટરની ધરપકડ કરવામાં આવી છે. વિનશ હોટલમાં એટીએસે રેડ પાદી હતી. આ દરમિયાન શાર્પશૂટરે પોતાની પાસે રાખેલી રિવોલ્વર વડે ફાયરિંગ કર્યું. જોકે કોઇ અધિકારી આ દરમિયાન ઘાયલ થયો નથી. એટીએસે શાર્પશૂટરની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. 
 
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુંબઇના આ શાર્પશૂટ ગુજરાતમાં કોઇ નેતાની હત્યા કરવા માટે આવ્યા છે. જોકે આધિકારીઓ આ વિશે જાણકારી આપવાની મનાઇ કરી રહ્યા છે. હાલ આરોપીના નામનો કોઇ ખુલાસો થયો નથી. 
 
એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાત્રે એટીએસના ડીઆઇજી અધિકારી હિમાશું શુક્લાને સૂચના મળી હતી કે રિલીફ રોડ સ્થિત વિનશ હોટલમાં એક શાર્પશૂટર રોકાયો છે. સૂચનાના આધારે ડીઆઈજી હિંમાશુ શુક્લા અને બે એસીપીએ હોટલમાં રેડ પાડી. આ દરમિયાન શાર્પશૂટરે પોતાની પાસે રાખેલી રિવોલ્વર નિકાળીને પોલીસ પર ફાયરિંગ કરી દીધું. જોકે પોલીસને ગોળી વાગી નથી. શાર્પશૂટર ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ દરમિયાન એટીએસના અધિકારીઓએ તેને દબોચી લીધો હતો. 
 
હાલ આરોપી સાથે એટીએસની ઓફિસમાં પૂછપરછ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તે કોઇ નેતાની હત્યા કરવા માટે ગુજરાત આવ્યો હતો. જોકે હજુ સુધી સત્તાવાર રીતે તેની કોઇ પુષ્ટિ થઇ નથી.