મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2020 (12:13 IST)

બોર્ડની પરિક્ષામાં જો રિસિપ્ટ ખોવાય તો પરીક્ષા ખંડના સાથી પરીક્ષાર્થીને પૂછીને પરીક્ષા આપવા દેવાશે

આગામી 5મી માર્ચથી એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં 1615 ખંડોમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે. પણ 37 પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ટેબલેટ ગોઠવામાં આવશે. આ ટેબલેટથી ગાંધીનગર બેસેલા અધિકારીઓ ખંડની તમામ ગતિવીધી દેખાશે. આ વખતે પ્રથમ વખત રિસિપ્ટ ઓનલાઇન શાળા ડાઉનલોડ કરીને આચાર્યની સહિ સિક્કા કરીને રિસિપ્ટ આપી છે. વિધાર્થી આ રિસિપ્ટની ત્રણ જેટલી ઝેરોક્ષ કઢાવી નાખવી જોઇએ. પરીક્ષાર્થીની રિસિપ્ટ ખોવાઇ જાય તો પરીક્ષાર્થીનો સમય ન બગડે અને પરીક્ષાર્થી પરીક્ષાથી વંચિત ન રહે તે માટે પરીક્ષાખંડમાં તેના સાથી પરીક્ષાર્થીઓને પુછીને તેને પરીક્ષા આપવા દેવામાં આવશે. બીજે દિવસે પરીક્ષાર્થીએ તેના પુરાવા રજુ કરવા પડશે. પરીક્ષાર્થીઓએ રિસિપ્ટનો સપૂર્ણ અભ્યાસ કરી લેવો જોઇએ. રિસિપ્ટમાં શાળાના આચાર્યનો સહિ સિક્કો કરેલો હશે તે જ માન્ય રિસિપ્ટ ગણાશે. અને જો રિસિપ્ટમાં કોઇ ભુલ હોય તો આચાર્યનો સપર્ક કરવો. પરીક્ષાના સમય દરમિયાન વીજપુરવઠો ખોરવાય તો શાળાઓએ નોંધ લેશે અને એમજીવીસીએલ પાસે પુરવઠો કેમ બંધ રહ્યો તેનો જવાબ લેવાશે. આ ઉપરાંત, પરીક્ષાકેન્દ્ર વિસ્તારોને તા.5મી માર્ચથી તા.21 માર્ચ સુધી કલમ-144 હેઠળ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયાં છે. બોર્ડમાં 1700 થી 1800 શિક્ષકોની પરીક્ષામાં ફરજ બજાવવાની જરૂરયાતની સામે માધ્યમિકના 1400 શિક્ષકો સહિત પ્રાથમિક શાળાના 400 શિક્ષકો પણ પરીક્ષામાં ફરજ માટો આદેશ કર્યા છે. પરંતુ઼ કેટલાક પ્રાથમિક શિક્ષકો તાલિમ તથા અન્ય બહાને પરીક્ષામાં આવવાં ટાળી રહ્યાનું જાણવા મ‌ળ્યું છે.