સલામત સવારી એસટી અમારીઃ એસટી બસ પુલ પર લટકી પડી

Last Modified સોમવાર, 24 જૂન 2019 (12:26 IST)
રાજ્યમાં સલામત સવારી એસટી અમારી નામનું સૂત્ર ખોટું સાબિત થઇ રહ્યું છે. અમરેલીના ખાંભામાં કાતર ગામના બ્રિજ પર એસટી  બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. આ ઘટનામાં 7 મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો પ્રમાણે  બગદાણાથી બગસરા રૂટની બસને અકસ્માત નડ્યો હતો. મુસાફરોએ આરોપ લગાવ્યો છે કે બસ ચાલક નશાની હાલતમાં હતો. જેના કારણે આ અકસ્માત થયો છે.  અમરેલીના ખાંભાના જીવાપર કાતર ગામને જોડાતા પુલ પરથી એસટી બસ લટકી પડી હતી. આ બસ બગદાણાથી બગસરા જઇ રહી હતી. ત્યારે કોઇ કારણસર એસટી બસ ચાલકે બસ પરથી પોતાનો કંટ્રોલ ગુમાવ્યો હતો, અને આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં મુસાફરોએ આરોપ લગાવ્યો છે કે, બસનો ચાલક દારૂ પીધેલી હાલત હતો. આ બસમાં કુલ 30 જેટલા મુસાફરો સવાર હતા, પરંતુ સદ્દનસીબે કોઇ મોટી જાનહાનિ થઇ નહોતી. માત્ર 7 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. તેમણે ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ જીવાપર અને કાતર ગામેથી લોકો મદદે દોડ્યા હતા. આ પુલ નજીક આવેલ વળાંકમાં છેલ્લા 20 દિવસમાં આ ત્રીજો અકસ્માત નોંધાયો છે. આગઉ એક રેતી ભરેલું ટેક્ટર એક બેલા ભરેલું ટેક્ટર પણ પુલ પરથી નીચે ખાબકયુ હતું.
 
 
 
 


આ પણ વાંચો :