મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (11:24 IST)

ગુજરાત કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓની નારાજગીથી મચી હલચલ, અર્જુન મોઢવાડિયાના થઈ બેઠક

ગુજરાત કૉંગ્રેસમાં સુનામી આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગુજરાતમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં નારાજગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કૉંગ્રેસના નારાજ નેતા અર્જુન મોઢવાડિયાના ઘરે એક બેઠક મળી છે. આ બેઠકમાં ગુજરાત કૉંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા.
 
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અર્જુન મોઢવાડિયાના ઘરે કોંગ્રેસના નારાજ નેતાઓ ભેગા થયા હતા. આ બેઠકમાં દિનશા પટેલ, અલ્પેશ ઠાકોર, શૈલેષ પરમાર, સિદ્ધાર્થ પટેલ , હિંમતસિંહ, સોમાભાઈ પટેલ, ઇન્દ્રવિજય સિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ બધા નેતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગશે.
 
અચાનક જ કોંગ્રેસના નેતાની બેઠક મળતા ગુજરાત કૉંગ્રેસમાં ભૂકંપના એંધાણની ચર્ચા છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સામે નારાજગી હોવાની વાત બહાર આવી છે. જોકે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં જૂથવાદ હોવાની વાત નકારી કાઢી હતી. તેમના મતે આ તો સામાન્ય બેઠક હતી. આવી બેઠકો થતી રહે છે.