મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (09:40 IST)

પંજાબમાંથી જપ્ત 38 કિલો હેરાઈન કેસમાં ગુજરાત કનેક્શનઃ ATSએ બેને ઝડપ્યા

drugs
ગુજરાત એટીએસને ફરી એક મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત પોલીસની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડએ પંજાબમાંથી 38 કિલો હેરોઈન જપ્ત કરવાના કેસમાં સંડોવણી બદલ કચ્છ જિલ્લામાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ પંજાબ પોલીસ દ્વારા ટ્રકમાંથી 38 કિલો હેરોઇનનું આ કન્સાઈનમેન્ટ ઝડપ્યું હતું.

આ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા ટ્રકના ટૂલ બોક્ષમાં સંતાડેલો હેરોઇનના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરાઈ હતી. આરોપી કુલવિન્દર રામ ઉર્ફે કિન્દા અને બિંદુની પંજાબથી પોલીસે ધરપકડ કરી હતી. તપાસ દરમ્યાન ડ્રગ્સ કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું હતું. જેમાં ટ્રકને ભુજથી પંજાબ મોકલવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. ગુજરાત ATSને માહિતી આધારે કચ્છના ગુવાર મોટી ગામ પાસે આવેલ લખી ગામના બે ઇસમોની ધરપકડ કરી છે. આરોપી ઉંમર ખમીસા જત અને હમદા હારૂન જતની સંડોવણી સામે આવતા ધરપકડ કરાઈ છે.પકડાયેલ આરોપીની પૂછપરછ દરમ્યાન હેરોઇનનો જથ્થો પાકિસ્તાનના ગુલ મોહમ્મદ દ્વારા મોકલવામાં આવ્યાનું સામે આવ્યું છે. પકડાયેલ બન્ને આરોપીને ATS એ પંજાબ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.

એટીએસની સત્તાવાર જાહેરાત મુજબ એટીએસ ઓફિસમાં પ્રારંભિક પૂછપરછ દરમિયાન બંનેએ દાવો કર્યો હતો કે હેરોઈનનું કન્સાઈનમેન્ટ પાકિસ્તાન સ્થિત દાણચોર ગુલ મોહમ્મદે મોકલ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બંનેને વિગતવાર તપાસ માટે પંજાબ પોલીસને સોંપવામાં આવશે.28 ઓગસ્ટના રોજ પંજાબ પોલીસે શહીદ ભગત સિંહ નગરમાં એક ટ્રકમાંથી 38 કિલો હેરોઈન જપ્ત કરીને કુલવિંદર રામ અને બિટ્ટુ નામના બે લોકોની ધરપકડ કરી હતી. તે દરમિયાન કુલવિંદર રામ અને બિટ્ટુએ કબૂલ્યું હતું કે તેઓ હેરોઈનનું આ કન્સાઈનમેન્ટ ગુજરાતના કચ્છ જિલ્લામાંથી લાવ્યા હતા.