બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 ઑગસ્ટ 2020 (11:03 IST)

ગુજરાતમાં વરસી શકે છે સાર્વત્રિક વરસાદ, આ તારીખ સુધી વરસાદ રહે તેવી શકયતા

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, દક્ષિણ ગુજરાત, ઉત્તર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. તો મધ્ય ગુજરાતમાં 12થી 16 ઓગસ્ટે ભારે વરસાદ રહેશે. અમરેલી, રાજકોટ, ભાવનગર, મોરબીમાં વરસાદ થશે. ગીર સોમનાથ, જૂનાગઢ, વલસાડ અને નવસારીમાં પણ વરસાદ પડશે. જ્યારે અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની શક્યતા છે.
 
આ ઉપરાંત હવામાન વિભાગે બનાસકાંઠા ,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી  કરી છે. નવસારી, ડાંગ, આહવા અને અમરેલી, ભાવનગર સહીત 14 ઓગસ્ટ સુધી વરસાદ પડે તેવી શક્યતા જોવાઇ રહી છે.
 
બે દિવસથી અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં મોડી સાંજથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. ચાંદખેડા, જેમાં બોડકદેવ, થલતેજ, એસ. જી. હાઈવે પાલડી, વાસણા, આશ્રમ રોડ, યુનિવર્સિટી વિસ્તારમાં વરસાદ થયો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા ડોદરા જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. વડોદરામાં સરેરાશ 4 ઈંચ વરસાદ નોંધાયા હતો, જ્યારે પાદરામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોધાયો છે. તો  બીજી તરફ વાઘોડિયામાં  પોણા ત્રણ ઈંચ વરસાદ નોધાયો છે. સાવલી અને ડેસરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો. વરસાદના કારણે રોડ પર પડ્યા ભૂવા પડતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.