ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 માર્ચ 2017 (14:04 IST)

ગુજરાતમાં કાળઝાળ ગરમી, અમદાવાદ કરતાં ગાંઘીનગર 39 ડીગ્રીએ હોટ

અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળતાં લોકો હેરાન-પરેશાન થઈ ઊઠયા છે. આગામી દિવસોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બુધવારે રાજ્યનું પાટનગર ગાંધીનગર ૩૯ ડિગ્રી ગરમી સાથે હોટેસ્ટ રહ્યું હતું. ગરમીનો પારો ઊંચકાતાં જનજીવનને પણ અસર પહોંચી રહી છે. બપોરના ૧૧ વાગ્યાથી જ અસર વર્તાતા રસ્તાઓ ઉપર લોકોની નહીંવત અવરજવર જોવા મળી રહી છે. બુધવારે અમદાવાદમાં ૩૮.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેને લઈ લોકો પરેશાન થઈ ગયા હતા. ઉપરાંત વડોદરા-૩૮.૨, સુરત-૩૭, ભાવનગર-૩૭.૧, રાજકોટ-૩૬.૨, સુરેન્દ્રનગર-૩૮.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.