જુઓ રાજકોટની પિંક મહિલાઓ, રીક્ષા ચલાવી પરિવારનું ભરણ પોષણ કરે છે

rajkot
Last Modified બુધવાર, 8 માર્ચ 2017 (17:21 IST)

માનવ કલ્યાણ મંડળ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી અતિ જરૂરિયાતમંદ 5 મહિલાને રોજગારી માટે મુખ્યમંત્રીના હસ્તે 5 ઓટો રિક્ષા ગયા વર્ષે જ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમ વખત કોઇ સંસ્થા દ્વારા મહિલાઓને ઓટો રિક્ષા અર્પણ કરવામાં આવી હતી. આ રિક્ષાને પિંક રિક્ષા નામ આપવામાં આવ્યું છે.

તેનો રંગ પણ ગુલાબી છે. મહિલાઓ રિક્ષા ચલાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. મહિલાઓને સ્વનિર્ભર કરવાના મહત્વપૂર્ણ પગલાં રૂપે તેમને પાંચ પિંક ઓટો રિક્ષા આપવામાં આવી હતી. જે લોન અંતર્ગત આપવામાં આવી હતી. આ રિક્ષાઓ હવે રાજકોટની ગોંડલ ચોકડીથી શાપર-વેરાવળ વચ્ચે દોડી જોવા મળી રહી છે. મહિલાઓ પણ પરિવારનું ગુજરાન ચલાવવા ઓટો રિક્ષા ચલાવતી થઈ છે. રિક્ષાની સાથે મહિલાઓ ગુલાબી રંગનો
શર્ટ પહેરીને અન્ય કરતાં અલગ દેખાઈ આવે છે. રાજકોટની સંસ્થાના ચેરમેન મુકેશભાઇ મેરજા અને પ્રમુખ ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓ સ્વનિર્ભર બને, પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે અને સંતાનોનું જીવનધોરણ ઊંચું લાવી શકે માટે સંસ્થા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે.

rajkot

મહિલાઓને અર્પણ કરાયેલી પ્રથમ 5 ઓટો રિક્ષા (માનવ કલ્યાણ રથ)માટે ડાઉન પેમન્ટ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભરી આપવામાં આવ્યું છે. રોજના રૂ.100 લોનના હપ્તા પેટે ભરવાના રહેશે, લોન ભરપાઇ થયે રિક્ષાની માલિકી જે તે મહિલાઓ રહેશે.
મહિલાઓને પગભર થવા માટે અતુલ ઓટોના જયંતીભાઇ ચાંદ્રાએ રિક્ષાના ભાવમાં રાહત કરી આપી હતી. શાપર પોલીસ સ્ટેશનમાં યોજાયેલી શિબિરમાં સંસ્થાએ જ્યારે ઓટો રિક્ષા આપવાની વાત કરી ત્યારે,મહિલા રિક્ષા ચલાવે તો સમાજ શું કહેશે તેવા પ્રશ્નો થયા, સંસ્થાના હોદ્દેદારોએ ઓટો રિક્ષા માટે એક પૈસો આપવાનો નથી અને હવે તો મહિલાઓ બસ પણ ચલાવે છે તેમ સમજાવતા તૈયાર થયા હતા.


આ પણ વાંચો :