બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 10 જૂન 2020 (20:45 IST)

ગુજરાતમાં નવી ટેસ્ટીંગ પોલીસી ઘડવા કમીટીની ભલામણ

રાજ્યમાં સંક્રમિત નાના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા બનાવેલી તજજ્ઞ ડોક્ટરોની કમિટી દ્વારા  વિજય રૂપાણીને તૈયાર કરવામાં આવેલો વિશેષ રિપોર્ટ સોંપવામાં આવશે. જેમાં ટેસ્ટિંગ પદ્ધતિ ઉપર નવી પોલિસી બનાવવી તેમજ દર્દીઓ ને ઝડપથી સારવાર મળે તેવા સૂચનો કરવામાં આવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર ડોક્ટરોની કમિટીએ સૂચવેલા મહત્વના પગલાં અને સૂચનોનો અમલ કરશે.
રાજ્ય સરકાર દ્વારા કોવિડ 19ની ચાલી રહેલી મહામારી માટે અલગ વ્યૂહરચના બનાવી છે અને કોરોના ના સંક્રમિત વધતા જતા કેસો ઉપર અંકુશ મેળવવા રાજ્યના ખ્યાતનામ ડોક્ટરોની (એક્સપર્ટ) કમિટી બનાવી હતી જોકે આ કમિટી દ્વારા કોવિડ 19 ના ટેસ્ટિંગ, અને સારવાર થી માંડી ને દર્દીઓની હાલાકી નિવારવા સુધીના મહત્વના સૂચનો સરકારને કરવામાં આવ્યા છે. જેનો અહેવાલ વિજયભાઈ રૂપાણીને આજે સોંપવામાં આવશે અને આ અહેવાલનો અભ્યાસ કર્યા બાદ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટરોની કમિટીએ સૂચનો અને પગલાનો અમલ કરાવવામાં આવશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તબીબોના ગ્રુપ દ્વારા જે આવે છે તેમાં કોવિડ 19 ની સારવાર કરતાં ડોકટર અને ભોગ બનનાર દર્દીઓને ઓછી તકલીફો વેઠવી પડે તે પ્રકારના મહત્વના સૂચનો તૈયાર કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે આ ઉપરાંત સારવાર દરમિયાન દર્દીનું સ્ટીક ઝડપથી થાય તેમજ ચેપગ્રસ્ત કોરોના સંક્રમિત દર્દી ને હોસ્પિટલમાં પણ ઓછું રહેવું પડે તે માટેના સુધારાત્મક મહત્વના પગલાં લેવા માટે કેટલાક સૂચન તૈયાર કરવામાં આવ્યા છે.
સાથે-સાથે ટેસ્ટીંગ પોલીસી બદલવા તેમજ સારવાર કરતાં ડોક્ટર અને દર્દી ની તકલીફો ઓછી થાય તેવા પગલાનું સૂચન તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી હોવાના અહેવાલ છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગત રવિવારે ગુજરાતના ખ્યાતનામ ડોક્ટરોને કમિટી બનાવી કોવિડ 19ની સ્થિતિ ઉપર અંકુશ મેળવવા માટે સરકારી કમિટી પાસે સૂચનો માંગ્યા હતા. જોકે અલગ વ્યૂહ રચના બનાવવામાં આવી છે ત્યારે આજે ડોક્ટરોની કમિટી દ્વારા તૈયાર કરાયેલા સૂચનો અને પગલાઓ નો વિશેષ અહેવાલ વિજયભાઈ રૂપાણીને સુપ્રત કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર તેનો અભ્યાસ કરીને કેટલો અમલ કરશે તે જોવાનું રહેશે.