ટ્રાફિક નિયમના ભંગ બદલ ત્રણને ઊઠ-બેસ કરાવનાર PSI સસ્પેન્ડ

રીઝનલ ન્યુઝ| Last Modified મંગળવાર, 17 સપ્ટેમ્બર 2019 (12:54 IST)


ટ્રાફિકના નવા નિયમોનો અમલ સોમવારથી લાગુ થતાં કાલોલ પીએસઆઇ એમ.એલ.ડામોર તથા સ્ટાફના માણસો કાલોલના રસ્તા પર ઊભા હતા. રોડ ઉપર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને આવતાં વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને વાહન ચાલકોને નિયમ નહિ તોડવાની ચેતવણી આપતાં હતા. દરમિયાનમાં ટેમ્પા પર બેસીને બે વ્યકતિઓ આવ્યા હતા તે બંનેને પીએસઆઈ ડામોરે રસ્તા પર જ ઊઠ બેસ કરાવી હતી. આ વીડિયો કોઈ ઉતારી લીધો હતો અને તે ફરતો થયો હતો. જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલને આ વીડિયો મળતાં તેમણે પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. ટેમ્પા પર બેસીને આવેલા બે યુવકોને અટકાવીને દંડ લેવાને બદલે તેમને ઊઠ-બેસ કરાવવાનો વીડિયો ફરતો થતાં પીએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા.
 
 
 
 


આ પણ વાંચો :