શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 29 જુલાઈ 2017 (16:16 IST)

“ભાજપે કરોડોની ઓફર કરી”: રાજકોટમાં 9 કોંગી MLA અકબંધ

અસ્થિર જેવી બની ગયેલી કોંગ્રેસી નાવને તારવા માટે હવે હાથમાં બચેલા કોંગ્રેસી ધારસભ્યો પણ સરકી ન જાય એ માટે ડેમેજ કંટ્રોલ ભાગરૃપે ધારાસભ્યોને કોઈપણ એક સ્થળે નજરકેદ કરી દેવાયા છે. રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૃના નિવાસસ્થાને ઈન્દ્રનીલ મળી કોંગ્રેસના નવ ધારાસભ્યો ગઈકાલથી જ નજરકેદ જેવી સ્થિતિમાં રહીને આજે સૌએ સાથે મળીને રાગ આલાપ્યો હતો કે ‘અમે નાણાં માટે ઈમાન નહીં વેચીએ, ચુસ્ત કોંગ્રેસી છીએ અને કોંગ્રેસમાં જ રહેશું

ભાજપની મુરાદ બર નહીં આવવા દઈએ. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને પુરીને કે કબજામાં રાખવાનું કામ રાજ્યગુરૂના શીરે હોય એ રીતે તેમના નિવાસસ્થાન નીલ સિટી ક્લબ ખાતે પોતે ઉપરાંત માણાવદરના જવાહર ચાવડા, વિસાવદરના હર્ષદ રીબડીયા, અમરેલીના પરેશ ધાનાણી, પાલીતાણાના પ્રવીણ રાઠોડ, ઉનાના પુંજા વંશ, જામ ખંભાળીયાના મેરામણ આહિર, વાંકાનેરના પીરઝાદા અને માંગરોળના બાબુ વાંઝા નામના નવ ધારાસભ્યો ગઈકાલથી સંપર્ક વિહોણા બનીને નિલ સિટીમાં રોકાયા છે. આજે નવે નવ ધારાસભ્ય બહાર આવ્યા હતા અને મોં ખોલવાનો પ્રયાસ કર્યો હતો. અમે નવે નવ સભ્યો કોંગ્રેસી જ છીએ અને તા.8ના રોજ અમારો મત કોંગ્રેસના ઉમેદવારને જ હશે. ભાજપની કોઈ ચાલ ફાવશે નહીં. જો કે એક સવાલ એ પણ ઉઠે કે જો ચુસ્ત કોંગ્રેસી જ હોય અને નાણાં કે કોઈ પ્રલોભન માટે ઈમાન વેચશે નહીં તેવું જ કહીં રહ્યા હોય તો આઝાદ પરિંદાની જેમ કેમ ફરી નથી શકતા ? કાં તો પ્રદેશ કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર જ ભરોસો નહીં હોય અથવા તો ધારાસભ્યો પર કોઈ બાહ્ય ભય મંડરાયેલો હશે.